વિકેન્ડ રહેશે એક્શન, થ્રિલર, કોમેડી અને હોરરથી ભરપૂર: આ શુક્રવારે રિલીઝ થશે આ 7 ફિલ્મ | મુંબઈ સમાચાર
મનોરંજન

વિકેન્ડ રહેશે એક્શન, થ્રિલર, કોમેડી અને હોરરથી ભરપૂર: આ શુક્રવારે રિલીઝ થશે આ 7 ફિલ્મ

વિકેન્ડમાં શું કરવું? આ સવાલ દરેકના મનમાં થતો હોય છે. પરંતુ આ વિકેન્ડ તમારા માટે મનોરંજનથી ભરપૂર રહેવાનું છે. કારણ કે આ શુક્રવારે એટલે કે 5 સપ્ટેમ્બર, 2025ના રોજ સિનેમાઘરો અને ઓટીટી પ્લેટફોર્મ એમ બંને પર મળીને કુલ 7 ફિલ્મો રિલીઝ થવાની છે. આ ફિલ્મો કંઈ કંઈ છે?
આવો જાણીએ.

જો તમે સિનેમાઘરોમાં જઈને ફિલ્મ જોવા ઈચ્છો છો. તો તમારા માટે સાજિદ નડિયાદવાલાની ‘બાઘી’ સીરીઝની ‘બાગી 4’ ફિલ્મ જોવા જઈ શકો છો. આ ફિલ્મમાં તમને ટાઈગર શ્રોફની એક્શન, સંજય દત્તનું ખૂંખારરૂપ, મિસ યુનિવર્સ હરનાઝ સંધૂની અદાઓ જોવા મળશે. જો તમે એક્શન-ડ્રામા ફિલ્મના ફેન્સ છો. તો આ તમારા માટે પરફેક્ટ છે.

‘બાગી 4’ ફિલ્મની સાથે જાણીતા ફિલ્મમેકર વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ પણ રિલીઝ થઈ રહી છે. તાસ્કંદ ફાઈલ(2019), કશ્મીર ફાઈલ(2023) બાદ આ સીરીઝની હવે ‘ધ બંગાળ ફાઈલ્સ’ ફિલ્મ 5 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થવાની છે. જોકે, આ ફિલ્મ રિલીઝ થતા પહેલા જ વિવાદાસ્પદ બની ચૂકી છે. કારણ કે તે 1946માં કોલકત્તામાં થયેલા રમખાણો પર આધારિત છે.

ઉપરોક્ત બે ફિલ્મો સિવાય એક કોમેડી-થ્રિલર ફિલ્મ પણ આ અઠવાડિયે રિલીઝ થઈ રહી છે. ‘ઉફ્ યે સિયાપા’ ફિલ્મ એક પણ ડાયલોગ વગરની ફિલ્મ છે. જેમાં નોરા ફતેહી, નુસરત ભરૂચા જેવી અભિનેત્રીઓ જોવા મળશે. ફિલ્મનું ટ્રેલર રસપ્રદ છે. તેથી આ ફિલ્મ પણ તમે સિનેમાઘરમાં જોવા જઈ શકો છો.

બોલીવૂડની ફિલ્મોની સાથે સિનેમાઘરોમાં હોવીવૂડની ફિલ્મ પણ રિલીઝ થઈ રહી છે. હોરર ફિલ્મોના ચાહકો માટે આ અઠવાડિયે ‘કન્જ્યુરિંગ 4’ ફિલ્મ રિલીઝ થઈ રહી છે. જો તમને ‘કન્જ્યુરિંગ’ ફિલ્મ સીરીઝની અગાઉની ફિલ્મો પસંદ આવી હોય તો તમે આ ફિલ્મ જોવાનું જોખમ લઈ શકો છો.

આ તો થઈ સિનેમાઘરોમાં રિલીઝ થનારી ફિલ્મોની વાત. પરંતુ ઘરે બેઠા પણ તમે ઓટીટી પ્લેટફોર્મ પર નવી ફિલ્મો જોઈ શકશો. આ અઠવાડિયે જુદા જુદા ઓટીટી પ્લેટફોર્મ પર મળીને કુલ 3 ફિલ્મો રિલીઝ થવા જઈ રહી છે. રાજકુમાર રાવ અને માનુષિ ચિલ્લરને ફિલ્માવતી ‘માલિક’ ફિલ્મ એમેઝોન પ્રાઈમ વીડિયો પર રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ પોલિટિકલ અને અંડરવર્લ્ડ ડ્રામાથી ભરપૂર છે. આ સિવાય ‘મ્યુઝિકલ ડ્રામાથી ભરપૂર ફિલ્મ ‘આંખો કી ગુસ્તાખિયા’ પણ ઝી5 પર સ્ટ્રીમ થવાની છે.

મનોજ બાજપેયીના ફેન્સ અને ક્રાઈમ-થ્રિલર ફિલ્મો જોવામાં રસ ધરાવતા લોકો માટે આ અઠવાડિયે ‘ઇન્સ્પેક્ટર જેંડે’ નેટફ્લિક્સ પર રિલીઝ થવાની છે. આ એક સત્યઘટના પર આધારિત ફિલ્મ છે. જેમાં મનોજ બાજપેયીએ 90ના દાયકામાં એક ખૂંખાર કિલરને પડકનાર પોલીસ ઈન્સપેક્ટરની ભૂમિકા ભજવી છે.

આ પણ વાંચો…પરમસુંદરીએ વિકએન્ડમાં કરી જબરી કમાણીઃ ઘણી ફિલ્મોને પાછળ છોડી

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button