મનોરંજન

સ્કીન ટાઈટ કપડાં પહેરીને એક્ટ્રેસ આવ્યા એવા એવા પોઝ કે…

બી-ટાઉનની બિન્ધાસ્ત ગર્લ તરીકે ઓળખાતી મલાઈકા અરોરા ખાન કોઈને કોઈ કારણસર અવારનવાર લાઈમ લાઈટમાં આવતી હોય છે. હમણાં જ એક્ટ્રેસ તેની લવ લાઈફ અને ઉંમરને કારણે ચર્ચામાં આવી હતી. પાપારાઝી પણ મલાઈકાને કચકડે કંડારવાની કોઈ તક છોડતાં નથી. હાલમાં જ એક્ટ્રેસ પેપ્સને સ્કીન ટાઈટ કપડાં પહેરીને એવા એવા પોઝ આપ્યા હતા કે એ જોઈને ફેન્સની નજર તેના પરથી હટી જ નહોતી.

વાત જાણે એમ છે કે એક્ટ્રેસમાં હાલમાં યોગા ક્લાસીસની બહાર સ્પોટ થઈ હતી અને આ સમયે એક્ટ્રેસ એકદમ સ્કીન ટાઈટ કપડાં પહેડીને લટકમટક કરતી જોવા મળી હતી અને તેના આ ફોટો સોશિયલ મીડિયા પર ધૂમ વાઈરલ થઈ રહ્યા છે. કિલર પોઝ અને ચાલને કારણે મલાઈકા ફરી એક વખત ચર્ચામાં આવી ગઈ હતી.

સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં આ ફોટોમાં મલાઈકા કારમાંથી ઉતરીને પાપારાઝી સામે પોઝ આપતા જોવા મળી રહ્યા છે. આ તસવીરોમાં એક્ટ્રેસે બ્લેક એન્ડ વ્હાઈટ કોમ્બિનેશનના ટાઈટ્સ પહેર્યા હતા. તેનો આ આઉટફિટ એટલો બધો ટાઈટ હતો કે તેમાંથી તેનું કર્વી ફિગર ફ્લોન્ટ થઈ રહ્યું હતું. મલાઈકાએ પોતાના વાળ બાંધ્યા છે અને બ્લેક ગોગલ્સ પહેરીને તે એક પછી એક કિલર પોઝ આપી રહી છે.

એટલું જ નહીં મલાઈકાએ અરોરાએ ક્યારેય પાછળ વળીને ક્યારેય કેમેરા સામે હેન્ડ વેવ કરીને પોઝ આપતી જોવા મળી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે મલાઈકા અરોરા ઝલક દિખ લા જા નામનો ડાન્સ રિયાલિટી ટીવી શો જજ કરી રહી છે અને એમાં તેની સાથે ફરાહ ખાન અને અરશદ વારસી પણ જોવા મળશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button