મનોરંજન

કાર્તિક-અનન્યાના વાયરલ ફોટોએ જગાવી ચર્ચા: શું બધું બરાબર છે?

મુંબઈઃ કાર્તિક આર્યન અને અનન્યા પાંડે છેલ્લા કેટલાક દિવસોથી તેમની આગામી ફિલ્મ ‘તુ મેરી મેં તેરી મેં તેરા તુ મેરી’નું યુરોપિયન દેશ ક્રોએશિયામાં શૂટિંગ કરી રહ્યા છે. થોડા દિવસ પહેલા કાર્તિકે અનન્યા સાથે ડાન્સ કરતો એક સુંદર વીડિયો શેર કર્યો હતો. હવે સોશિયલ મીડિયા પર એક તસવીર વાયરલ થઈ રહી છે. જેમાં અનન્યા પાંડે અને કાર્તિક એક જ ફ્રેમમાં જોવા મળી રહ્યા છે.

ફોટો વાયરલ થયા પછી ચાહકોએ અનુમાન લગાવ્યું કે અનન્યા પાંડે સેટ પર કાર્તિકને અવગણીને આગળ વધી રહી છે. જોકે, આ તસવીર એક વીડિયોમાંથી લેવામાં આવી છે અને ફિલ્મના સેટ પરથી છે. આ તસવીરો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

આપણ વાંચો: કરણ જોહર અને કાર્તિક આર્યન વચ્ચે ગેરસમજણ કેમ દૂર થઈ?

અનન્યા પાંડેની આ વાયરલ તસવીર જોઈને ચાહકોને રણબીર કપૂર અને દીપિકા પાદુકોણની ફિલ્મ તમાશા યાદ આવી ગઈ. રણબીર અને દીપિકા બંને તેમની ફિલ્મ તમાશાનું શૂટિંગ કરી રહ્યા હતા અને તે સમયે બંનેનું બ્રેકઅપ થયું હતું. જે બાદ ફિલ્મના સેટ પરથી બંનેની તસવીરો વાયરલ થઈ હતી. હવે એ જ રીતે કાર્તિક અને અનન્યાની કેટલીક તસવીરો પણ વાયરલ થઈ રહી છે.

તમને જણાવી દઈએ કે કાર્તિક આર્યન અને અનન્યા પાંડે પહેલા પણ ફિલ્મ ‘પતિ પત્ની ઔર વો’ માં સાથે કામ કરી ચૂક્યા છે. આ ફિલ્મમાં બંનેની કેમેસ્ટ્રીને લોકોએ ખુબ પસંદ કરી હતી. બોલીવુડનું આ ઓનસ્ક્રીન કપલ ટૂંક સમયમાં તેમની નવી ફિલ્મ સાથે સ્ક્રીન પર દેખાવાનું છે.

આ ફિલ્મ આવતા વર્ષે 14 ફેબ્રુઆરીએ રિલીઝ થવાની છે. ફિલ્મનું દિગ્દર્શન સમીર વિદ્વાંસે કર્યું છે અને તેની વાર્તા કરણ શ્રીકાંત શર્મા દ્વારા લખવામાં આવી છે. હવે જોવાનું એ રહે છે કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કેટલો જાદુ કરી શકે છે. કાર્તિક અને અનન્યાની જોડીને સ્ક્રીન પર જોવા માટે ચાહકો પણ ખૂબ જ ઉત્સાહિત છે. ઉપરાંત, આ વાયરલ તસવીરો જોઈને ચાહકોની ઉત્સુકતા વધી ગઈ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button