ચીનના થિયેટરમાં ભારતીય Maharajaનો દબદબો… તોડ્યા કમાણીનો રેકોર્ડ…

એક તરફ જ્યાં બોક્સ ઓફિસ પર પુષ્પા ટુનો જાદુ છવાયેલો છે, પરંતુ આ બધા વચ્ચે એક ફિલ્મ દબાયેલા પગલે પડોશી દેશ ચીનમાં તહેલકો મચાવી રહી છે. આ ફિલ્મ 20 કરોડ રૂપિયામાં બની હતી. આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર પણ રિલીઝ થઈ ગઈ છે અને ત્યાર બાદ મહિનાઓ સુધી આ ફિલ્મ ટોપ ટ્રેન્ડિંગ લિસ્ટમાં ટોપ પર છે.
અમે જે ફિલ્મ વાત કરી રહ્યા છીએ એ ફિલ્મ છે વિજય સેતુપતિની મહારાજા (Maharaja). 29મી નવેમ્બરથી આ ફિલ્મ ચીનમાં દમદાર કલેક્શન કરી રહી છે. એક્શન-થ્રિલર ફિલ્મની સ્ટોરી ચીનના થિયેટરમાં ઓડિયન્સને રોવા માટે મજબૂર કરી હતી.
નિથિલન સ્વામીનાથનની તમિળ એક્શન થ્રિલર ફિલ્મ મહારાજામાં વિજય સેતુપતિ લીડ રોલમાં છે, પરંતુ આ ફિલ્મ નવેમ્બર મહિનાથી ચીની થિયેટરમાં ધમાલ મચાવી રહી છે. એક મહિનાતી પણ ઓછા સમયમાં આ 2016 અને 2018 પછી ચીનમાં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે.
આપણ વાંચો: Pushpa-2ને પાછળ મૂકીને Mufasa: The Lion Kingએ બોક્સ ઓફિસ પર કર્યું Dangal…
આ પહેલાં અદ્વૈત ચંદનની ફિલ્મ સિક્રેટ સુપરસ્ટાપ હતી. આ ફિલ્મે 31મા દિવસે 91.55 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ સાથે જ ફિલ્મનું વર્લ્ડવાઈડ કલેક્શન 199.10 કરોડ રૂપિયા અને ઓવરસીઝ કલેક્શન 115.60 કરોડ રૂપિયા થઈ ગયું છે.
ભારતમાં ચીની દુતાવસના પ્રવક્તા યૂ જિંગે રવિવારે પોતાને એક્સ હેન્ડલ પરથી ચીનમાં મહારાજાના બોક્સ ઓફિસ પર્ફોર્મન્સ પર અપડેટ શેર કર્યું હતું. તેમણે ફિલ્મનું પોસ્ટર શેર કર્યું હતું, જેની કેપ્શનમાં લખ્યું હતું કે મહારાજા 2018 પછી ચીનમાં સૌથી વધુ કમાણી કરનારી ભારતીય ફિલ્મ છે, જેણે 91.55 કરોડ રૂપિયાની કમાણી કરી છે.
આપણ વાંચો: દેવરાનું બોક્સ ઓફિસ કલેક્શન કેટલું, રિપોર્ટ્માં છે અલગ અલગ આંકડા
વિજય સેતુપતિની તમિળ ફિલ્મ મહારાજાનો ડંકો ચીન બોક્સ ઓફિસ પર વાગી રહ્યો છે. જ્યારે આ ફિલ્મ અનેક રેકોર્ડ બની ગઈ છે. ભારતમાં 100 કરોડ રૂપિયાનું બોક્સ ઓફિસ કલેક્શન કરીને બાદમાં ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર 2024થી સૌથી વધુ જોવાયેલી ફિલ્મ છે. ભારત જ નહીં દુનિયાના 10થી વધુ દેશોમાં મહારાજાએ ઓટીટી પર નંબર વનની પોઝિશન હાંસિલ કરી હતી.