પતિના નિધન બાદ હવે આવું જીવન જીવી રહી છે એક્ટ્રેસ…

બોલીવૂડ એક્ટ્રેસ વિદ્યા માલવડે એ ફિલ્મ એક્ટ્રેસમાંથી એક છે જેમણે શાહરૂખ ખાન સાથે કામ કર્યું છે. એરહોસ્ટેસ તરીકે પોતાના કરિયરની શરૂઆત કરતાં એક્ટ્રેસ વિદ્યા ફિલ્મ ચક દે ઈન્ડિયામાં તેની એક્ટિંગ માટે ઓળખાય છે.
એક્ટ્રેસની પ્રોફેશનલ લાઈફ એકદમ કમાલની રહી છે, પણ વાત કરીએ તેની પર્સનલ લાઈફ વિશે તો તે ઘણી ચઢાવ-ઉતારથી ભરપૂર રહી છે. ચાલો એક નજર કરીએ-
2007માં આવેલી ફિલ્મ ચક દે ઈન્ડિયાથી વિદ્યા માલવડેનું નસીબ ચમકી ઉઠ્યું હતું અને તે રાતોરાત સ્ટાર બની ગઈ. અન્ય એક્ટ્રેસની જેમ વિદ્યા પણ સોશિયલ મીડિયા પર એકદમ એક્ટિવ રહે છે. એટલું જ નહીં તે અને શાહરૂખ ખૂબ જ સારા મિત્રો પણ છે.
આપણ વાંચો: પાકિસ્તાની એક્ટ્રેસે બોલીવૂડ સોન્ગ પર ઠુમકા લગાવી વધાર્યો ઈન્ટરનેટનો પારો…
અનેક ફિલ્મો અને સિરીઝમાં કામ કરી ચૂકેલી વિદ્યાએ 2007માં આવેલી ફિલ્મ ચક દે ઈન્ડિયામાં ગોલ કિપરનો રોલ કર્યો હતો. આ ફિલ્મથી જ તેને નેમ અને ફેમ બંને મળ્યા હતા. આજે પણ લોકો તેને આ રોલને કારણે જ ઓળખે છે. આ રોલે દર્શકોના દિલ જિતી લીધા હતા.
વિદ્યા માલવડે દિગ્ગજ અભિનેત્રી સ્મિતા પાટિલની ભત્રીજી છે. તેમણે પોતાના કરિયરની શરૂઆત એરહોસ્ટેસ તરીકે કરી હતી. ત્યાર બાદ મોડેલિંગની દુનિયામાં પગ મૂકનાર વિદ્યાએ પોતાની એક્ટિંગથી દર્શકોને દિવાના બનાવ્યા હતા.
વિદ્યાની સુંદરતા એકદમ બેજોડ છે અને તેણે 2003માં વિક્રમ ભટ્ટની ફિલ્મ ઈન્તેહાથી પોતાના એક્ટિંગના કરિયરની શરૂઆત કરી હતી. આ સિવાય તેણે સંજય દત્તની ફિલ્મ કિડનેપમાં પણ લીડ રોલ કર્યો હતો.
આપણ વાંચો: આથિયા શેટ્ટી બાદ બોલીવૂડની આ ગ્લેમરસ એક્ટ્રેસે આપી Good News, પોસ્ટ શેર કરીને…
બોલીવૂડ સિવાય એક્ટ્રેસે અનેક વેબસિરીઝમાં પણ કામ કર્યું છે, જેમાં મિસ મેચ્ડ અને તેની ત્રણ સિઝન, ડો. અરોરા, ઈનસાઈડ એજ 2, ફ્લેશ અને હુ ઈઝ યોર ડેડીનો સમાવેશ થાય છે.
ખૂબ જ ઓછા લોકો જાણે છે કે વિદ્યાના પહેલાં પતિનું પ્લેનક્રેશમાં નિધન થઈ ગયું હતું અને એ સમયે તેની ઉંમર 27 વર્ષની હતી. વિદ્યાના પતિ કેપ્ટન અરવિંદ સિંહ એક એરલાઈનમાં પાયલટ હતા.
1997માં કપલના લગ્ન થયા હતા અને એક ઈન્ટરવ્યુમાં ખુદ વિદ્યાએ જણાવ્યું હતું કે જ્યારે તેને તેના પતિના નિધનના સમાચાર મળ્યા ત્યારે તે જર્મનીમાં હતી અને તેને તરત જ આત્મહત્યા કરવાનો વિચાર આવ્યો હતો. જોકે, એક્ટ્રેસે આવું નહીં કર્યો અને તે હાલમાં પોતાની લાઈફ એકદમ આરામથી એન્જોય કરી રહ્યા છે.