'ભાભીજી ઘર પર હૈ' ફેમ અભિનેત્રી એક શો વખતે થઈ ગર્ભવતી અને રજાના 10મા દિવસે પુત્રીનો જન્મ | મુંબઈ સમાચાર
મનોરંજન

‘ભાભીજી ઘર પર હૈ’ ફેમ અભિનેત્રી એક શો વખતે થઈ ગર્ભવતી અને રજાના 10મા દિવસે પુત્રીનો જન્મ

ટીવી ઇન્ડસ્ટ્રીની આ લોકપ્રિય અભિનેત્રી શોની વચ્ચે જ ગર્ભવતી થઈ હતી અને રજા પર ગયાના 10મા દિવસે તેણે પુત્રીને જન્મ આપ્યો. આ અભિનેત્રી બીજું કોઈ નહીં, પરંતુ ‘ભાભીજી ઘર પર હૈ’માં ગોરી મેમનું પાત્ર ભજવનાર વિદિશા શ્રીવાસ્તવ છે. તાજેતરમાં વિદિશાએ એક ઇન્ટરવ્યૂ દરમિયાન તેની ગર્ભાવસ્થાની સફર વિશે વાત કરી. અભિનેત્રીએ કહ્યું કે તેણે બાળક માટે કોઈ પ્લાન નહોતું કર્યું.

અભિનેત્રીએ કહ્યું કે શોમાં કામ કરતી વખતે તે ગર્ભવતી થઈ અને 9 મહિના સુધી કામ કરતી રહી. રજા પર ગયાના 10મા દિવસે વિદિશાએ પુત્રીને જન્મ આપ્યો. તેણે તેના બેબી બમ્પને બતાવવા માટે મેટરનિટી ફોટોશૂટ કરાવ્યું હતું.

આ પણ વાંચો: ભાભીજી ઘર પે હૈની આ ભાભીજીની ઈન્સ્ટા પૉસ્ટે ફેન્સને ચિંતામાં મૂકી દીધા

અભિનેત્રીએ કહ્યું કે તેની ડિલિવરી ખૂબ જ પીડાદાયક હતી. તેને 21 કલાક સુધી પ્રસૂતિ પીડા થઈ અને પછી તેની સામાન્ય ડિલિવરી થઈ હતી. અભિનેત્રીએ ડૉક્ટરને નોર્મલ ડિલિવરી માટે પહેલાથી જ કહ્યું હતું. તેથી તેમણે રાહ જોઈ. અભિનેત્રીએ કહ્યું કે 21 કલાકના દુખાવા પછી મારી પુત્રીનો જન્મ થયો હતો. હું ખૂબ તકલીફમાં હતી, મારું શરીર સંપૂર્ણપણે સુન્ન થઈ ગયું હતું.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button