મનોરંજન

શેફાલીના પતિનો પેટ ડોગ સાથેનો વીડિયો વાયરલઃ નેટીઝન્સ એકબીજાની સામસામે

મુંબઈ: બિગ બોસ 13 ફેમ અને ‘કાંટા લગા’ સોંગથી ફેમસ થયેલ લોકપ્રિય અભિનેત્રી શેફાલી જરીવાલાનું 27 જૂને મોડી રાત્રે અચાનક નિધન થયું. આ ઘટનાએ તેમના ચાહકો અને સોશિયલ મીડિયામાં શોકની લાગણી ફેલાવી છે. તેમના નિધનનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ આ ઘટના બાદ તેમના પતિ પરાગ ત્યાગીના એક વાયરલ વીડિયોથી સપોર્ટ્સ અને હેટર સામ સામે આવ્યા હતા.

શેફાલી જરીવાલાનું મૃત્યુ 27 જૂને મુંબઈના અંધેરી સ્થિત તેમના ઘરે થયું. શરૂઆતમાં હાર્ટ એટેકની શંકા વ્યક્ત કરાઈ હતી, પરંતુ મુંબઈ પોલીસે જણાવ્યું કે તેમનો મૃતદેહ કૂપર હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. નિધનનું ચોક્કસ કારણ હજુ તપાસ બાદ જાણવા મળશે. શેફાલી 2002ના ‘કાંટા લગા’ મ્યુઝિક વીડિયો અને સલમાન ખાન-અક્ષય કુમારની ફિલ્મ ‘મુઝસે શાદી કરોગી’માં કામ કર્યું હતું.

શેફાલીના નિધન બાદ તેમના પતિ, અભિનેતા પરાગ ત્યાગી, બીજા દિવસે તેમના પાળતુ કૂતરા સિમ્બા સાથે જાહેરમાં જોવા મળ્યા. એક વાયરલ વીડિયોમાં તેઓ શેફાલીનો ફોટો હાથમાં લઈને ઘર બહાર ફરતા જોવા મળ્યા. સોશિયલ મીડિયા પર ચાહકોએ સિમ્બા અને શેફાલીના ભાવનાત્મક બંધન પર શોક વ્યક્ત કર્યો. ઘણાએ કહ્યું, “શેફાલી સિમ્બાને ખૂબ પ્રેમ કરતી હતી, તે તેની ગેરહાજરીથી દુઃખી હશે.” આ સાથે ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે આ દંપતીની કેમેસ્ટ્રી અને શેફાલીના અકાળ મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો.

વાયરલ વીડિયો પર ટીકા

જોકે, આ વીડિયોથી નેટીઝન્સે ટીકાઓ પણ કરી હતી. કેટલાક નેટીઝન્સે પ્રશ્ન કર્યો કે પરાગ કેમ શાંત દેખાતો હતો અથવા તેણીના અવસાન પછી તે આટલો જલ્દી કેમ બહાર નીકળી ગયો. એક ટિપ્પણીમાં લખ્યું હતું, “તે ઠીક દેખાઈ રહ્યો છે… તેને બિલકુલ પરવા નથી”, જે તેના ભાવનાત્મક પ્રતિભાવ પર શંકા દર્શાવે છે.

વિવાદ અને સમર્થન

પરાગના આ વીડિયો પર કેટલાક નેટીઝન્સે ટીકા કરી, તેમને શાંત દેખાવા બદલ સવાલ ઉઠાવ્યા. એક યુઝરે લખ્યું, “તેમને કોઈ ફરક નથી પડ્યો.” જોકે, અન્ય યુઝરે આ ટીકાઓનો વિરોધ કરતાં કહ્યું, “દુઃખની રીત દરેકની અલગ હોય છે. પાળતુ પ્રાણીને ફેરવવું એ રોજિંદી જવાબદારી છે, તેનો અર્થ શોકનો અભાવ નથી.” આ ઘટનાએ શેફાલીના ચાહકોમાં શોક અને ચર્ચા બંને જગાવી છે. જ્યારે એન્ય એક યુઝરે કહ્યું કે, “એવા માણસ પ્રત્યે થોડી સહાનુભૂતિ રાખો જેણે હમણાં જ પોતાનો જીવનસાથી ગુમાવ્યો છે,”

આ પણ વાંચો…અભિનેત્રી શેફાલી જરીવાલાનું નિધન! 42 વર્ષની ઉંમરે હૃદયરોગનો હુમલો આવ્યો

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button