
વિકી કૌશલ, તૃપ્તી ડિમરી અને એમ્મી વિર્કની ફિલ્મ બેડ ન્યૂઝ માટે એક પછી એક ગૂડ ન્યૂઝ આવી રહ્યા છે. આ ફિલ્મે પહેલા દિવસે સારી એવી ઑપનિંગ મેળવી છે. વિકીની આ પહેલી ફિલ્મ છે જેણે પહેલા જ દિવસે સાડા આઠ કરોડનો બિઝનેસ કર્યો હોય. (Bad News)
હવે આ ફિલ્મે ઓટીટી ડીલ પણ સાઈન કરી છે. ફિલ્મ એમેઝોન પ્રાઈમ પર આઠ અઠવાડિયા બાદ રિલિઝ થશે. જોકે આ ડીલ કેટલામાં થઈ તે અંગે માહિતી મળી નથી.
આ પણ વાંચો: Katrina Kaif આપશે good news? શુ કહ્યું પતિ વિકી કૌશલે
વિકી અને તૃપ્તીની (Vicky and Tripti)કેમેસ્ટ્રી લોકોને ગમી ગઈ છે. એમ્મીએ પણ સારું કામ કર્યું છે. ફિલ્મની સ્ટોરી અને ડાયલૉગ્સ દર્શકોને હસાવે છે અને છેલ્લે સુધી બાંધી રાખે છે.
વિકી અને તૃપ્તીની ઈન્ટિમેટ સિન અને તૌબા તૌબા ગીત પણ ઘણા વાયરલ થયા હતા. વિકીનું ફેન ફોલોઈંગ સારું છે અને તૃપ્તી હૉટ એક્ટ્રેસ તરીકે લોકપ્રિય થઈ રહી છે. આ બધાનો ફાયદો ફિલ્મને થઈ રહ્યો છે.
છેલ્લા ઘણા સમયથી બોલીવૂડને સારી સ્ટોરી સાથેની સફળ ફિલ્મ મળી નથી, આથી બૉક્સ ઓફસને પણ બેડ ન્યૂઝ પાસેથી ઘણી અપેક્ષા છે.