Top Newsમનોરંજન

60ના દાયકાનાં જાણીતા અભિનેત્રી મધુમતીનું નિધન: એક જમાનામાં હેલન સાથે થતી હતી તુલના…

મુંબઈ: છેલ્લા 24 કલાકમાં બોલીવુડમાંથી બે દિગ્ગજ કલાકારના નિધનના સમાચારથી ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજું પ્રસરી ગયું છે. બીઆર ચોપડાની જાણીતી સિરિયલ ‘મહાભારત’માં કર્ણની ભૂમિકા ભજવીને પોતાના અભિનયનો જાદુ પાથરનાર પંકજ ધીરનું અવસાનના થવાના અહેવાલ વચ્ચે વધુ એક પીઢ અભિનેત્રીના નિધનના સમાચાર મળ્યા છે. 60ના દાયકામાં જાણીતા અભિનેત્રીની તુલના એક જમાનામાં હેલન સાથે કરવામાં આવતી હતી. આ અભિનેત્રી કોણ છે, આવો જાણીએ.

નિધનના વિંદુ દારા સિંહે આપ્યા સમાચાર

60ના દાયકામાં બોલીવૂડની દિગ્ગજ અભિનેત્રી મધુમતી પોતાના ડાન્સ માટે જાણીતી હતી. આ અભિનેત્રીનું અવસાન થયાના સમાચાર સામે આવ્યા છે. અભિનેતા વિંદુ દારા સિંહે અભિનેત્રી મધુમતીના મૃત્યુના સમાચાર આપ્યા છે.
વિંદુ દારા સિંહે એક્સ પર પોસ્ટ કરીને જણાવ્યું કે, “તે અમારા શિક્ષિકા, મિત્ર અને દાર્શનિક માર્ગદર્શક હતા. ફક્ત મારી માટે જ નહીં, પરંતુ અક્ષય કુમાર, તબ્બુ અને બીજા અનેક વિદ્યાર્થીઓ માટે પણ…તે અમારા પૈકીના મોટા ભાગના લોકોના સંપર્કમાં રહેતા અને પોતાના દરેક વિદ્યાર્થીઓના પ્રેમ અને સંભાળથી ભરપૂર સ્વસ્થ જીવન જીવ્યા.”

મરાઠી ફિલ્મોથી કરી ફિલ્મી પડદે એન્ટ્રી

વિંદુ દારા સિંહે આગળ જણાવ્યું કે આજે સવારે તેઓ ઊઠ્યા, એક ગ્લાસ પાણી પીધું અને કાયમ માટે સૂઈ ગયા ત્યારે અમે એક પોતાનું નજીકના સ્વજન ગુમાવી દીધું. ફિલ્મોમાં પોાતના નૃત્યને લઈને તેઓ હંમેશાં અમર રહેશે.

પીઠ અભિનેત્રી મધુમતીનો જન્મ 30મી મે 1944ના રોજ મુંબઈના એક પારસી પરિવારમાં થયો હતો. તેમના પિતા એક ન્યાયધીશ હતા. બાળપણથી તેઓને નૃત્યનો શોખ હતો. તેથી ભણવામાં તેમનું મન ઓછું લાગતું હતું. તેઓ ભરતનાટ્યમ, કથક, મણિપૂરી અને કથકલી સિવાય ફિલ્મી ડાન્સ પણ શીખ્યા હતા. 1957માં તેમણી મરાઠી ફિલ્મમાંથી ફિલ્મી પડદે ડેબ્યુ કર્યું હતું ત્યાર બાદ તેમણે 60ના દાયકા સુધીમાં પંજાબી, મરાઠી, હિન્દી, ભોજપુરી અને સાઉથની ફિલ્મોમાં કામ કર્યું હતું.

એવું કહેવાય છે કે, જે રીતે જીવવા માટે ખાવા, પીવા અને શ્વાસ લેવો જરૂરી છે. એ જ રીતે મધુમતી માટે ડાન્સ જરૂરી હતી. એવું કહેવાય છે કે, એક સમયે મધુમતીની તુલના દિગ્ગજ અભિનેત્રી હેલન સાથે થતી હતી. ફ્રેટરનિટી ફિલ્મમાં હેલન અને મધુમતી એક સાથે જોવા મળ્યા હતા. જોકે, મધુમતીએ 1977માં ફિલ્મ ઇન્ડસ્ટ્રી છોડી દીધી હતી ત્યારબાદ 2001માં તે ઇન્ડસ્ટ્રીમાં પાછી ફરી હતી.

આ પણ વાંચો…મહાભારતના ‘કર્ણ’ પંકજ ધીરનું નિધનઃ અચાનક એક્ઝિટથી ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button