મનોરંજન

ઉફ ઉર્ફીઃ તારા ડ્રેસને જોઈને નાનકડું બાળક ડરી ગયું કે…

ઉર્ફી જાવેદનું નામ પડતા જ તેના ચિત્ર-વિચિત્ર કપડાં નજર સામે આવી જાય. ઉર્ફીની ઉટપંટાગ હરકતો, તેના કપડાં અને તેનાં નિવેદનો સાંભળી કોઈકને હસવું આવે, કોઈને વાળ પકડવાનું મન થાય તો કોઈક માથું પછાડવા માંડે અને હા, તેનાં ફેન્સને મજા પણ પડે, પણ તાજેતરમાં તો ઘણી અલગ જ ઘટના ઘટી. ઉર્ફીએ સફેદ રંગનો કોઈક અલગ જ સ્ટાઈલનો ડ્રેસ પહેર્યો હતો, પણ તેને જોઈને બાળક રડી પડ્યો. જોકે ઉર્ફીની નમ્રતા ખરી કે તેણે બાળકના માતાપિતાને સૉરી કહ્યું. હવે આ બાળક તેનાંથી ડરી ગયું કે પછી તેની પાસે જવા માગતું હતું તે તો તેને જ ખબર.

વીડિયોમાં જોવા મળે છે કે ઉર્ફી જાવેદે સફેદ રંગનો ડ્રેસ પહેર્યો હતો અને ડ્રેસની નીચે તેના હાથ સંપૂર્ણપણે છુપાવી દીધા હતા. આવી સ્થિતિમાં તે બાળકને પોતાના હાથમાં લઈ શકતી ન હતી. આ પછી બાળક અચાનક જોર જોરથી રડવા લાગ્યો. આના પર ઉર્ફીએ બાળકને કહ્યું- તું કેમ ડરે છે? માફ કરજો ભાઈ. જોકે બાળકની માતાએ ઉર્ફીને તેને હાથમાં લેવા કહ્યું પણ ઉર્ફીના હાથ તેના ડ્રેસમાંથી બહાર નીકળી શકે તેમ ન હતા તેથી ઉર્ફી વીડિયોમાં ના પાડતી દેખાય છે.

જોકે આ રીતે વિવાદોમાં ચમકીને જ તે ઉર્ફી જાવેદ બની છે. જોકે ઘણીવાર તે સમજદારીની વાતો પણ કરતી હોય છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ… ફિલ્મી છે Sunil Chhetriની Love Story, જાણશો તો ખુશ થઈ જશો… આ Celebs છે Raha Kapoorના કાકા, ફોઈ-ફુઆ… નવમું નામ જાણીને ચોંકી ઉઠશો.. જ્યારે Harry Potter Mumbai Localમાં પ્રવાસ કરે ત્યારે…