તૃપ્તિ ડિમરીની ચોરી પકડાઈ ગઈ, દિલની વાત શેર કરીને લખ્યું કે…
એનિમલ ફિલ્મમાં તૃપ્તિ ડિમરીના અભિનયને કારણે લોકપ્રિય બની હતી. ફિલ્મ પછી પણ સોશિયલ મીડિયા પર લોકપ્રિય બન્યા પછી હવે રેગ્યુલર તેની ચર્ચા રહે છે. તાજેતરમાં તેના કથિત બોયફ્રેન્ડ સેમ મર્ચંટ સાથે સ્વિડનમાં ન્યૂ યરના સેલિબ્રેશનને કારણે ફરી ચર્ચામાં આવી છે.
તૃપ્તિએ તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ પોતાની સ્ટોરી પર તસ્વીરો શેર કરી છે. જોકે, તૃપ્તિએ નોર્ધન લાઈટ્સ એન્જોય કરતી તસવીરો શેર કરી હતી. સેમના ઈન્સ્ટાગ્રામ પર પણ આવી તસવીરો શેર કરતા બંનેની ચોરી પકડાઈ ગઈ હોવાનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો હતો.
તૃપ્તિ ડિમરીના ઈન્સ્ટાગ્રામ પેજની સ્ટોરીમાં નોર્ધન લાઈટ્સની તસવીરો પોસ્ટ કરી છે. સાથે જ આ તસવીરો પર લખ્યું હતું કે આ ખરેખર નવું વર્ષ છે. આવી જ કેટલીક તસવીરો સેમ મર્ચન્ટના ઈન્સ્ટાગ્રામ પર પણ જોવા મળી હતી.
આપણ વાંચો: તૃપ્તિ ડિમરીની અદા આ ફિલ્મમાં જોઇ શકો, પણ શરત એ કે…
અગાઉ પણ આવી જ તસવીરો શેર કરી હતી
આ પહેલીવાર નથી, જેમાં તૃપ્તિ ડિમરી અને સેમ મર્ચન્ટ તેમના ફિનલેન્ડ વેકેશનની સરખી તસવીરો શેર કરી હોય. હાલમાં જ તેઓ ફિનલેન્ડમાં બરફનો આનંદ માણતા જોવા મળ્યાં હતા અને આ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી.
‘ઘડક 2‘માં જોવા મળશે તૃપ્તિ ડિમરી
હંમેશાં બંને સાથે જોવા મળતા હોવા છતાં સેમ મર્ચન્ટ અને તૃપ્તિ ડિમરી પોતાના સંબંધોને જાહેરમાં સ્વીકારી રહ્યાં નથી. તે પોતાના સંબંધોને દુનિયાથી છુપાવી રહ્યા છે. વર્ષ 2025માં ફિલ્મ ‘ધડક 2’ (DHADAK 2) માં તૃપ્તિ ડિમરી જોવા મળશે. ગત વર્ષે ત્રણ ફિલ્મોમાં મોખરે રહી તૃપ્તિ જેમાં ‘બેડ ન્યૂઝ’, ‘વિકી વિદ્યા કા વો વાલા વીડિયો’ અને ‘ભૂલ ભૂલૈયા 3’નો સમાવેશ થાય છે.