મનોરંજનસ્પેશિયલ ફિચર્સ

ન શાહરૂખ, ન દીપિકા, ન આલિયા, આ છે 2024ની મોસ્ટ પોપ્યુલર હીરોઈન

વર્ષ 2024નો છેલ્લો મહિનો શરૂ થઈ ગયો છે. માત્ર 25 દિવસમા આ વર્ષ આપણને આવજો કહીને જતું રહેશે ત્યારે હવે દરેક ક્ષેત્રમાં આ વર્ષે કોણે નામ કમાયું કે દામ કમાયું વગેરેના કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે.

IMDbએ 2024ના મોસ્ટ પોપ્યુલર સ્ટાર્સના નામ જાહેર કર્યા છે, જેમાં ટૉપની હીરોઈનનું નામ જોતા જ તમારી આંખો પહોળી થઈ જશે.

IMDbએ ટૉપ ટેન સ્ટાર્સના નામ જાહેર કર્યા છે જેમાં 10માં સ્થાને સાઉથ એક્ટર પ્રભાસ છે. તેની કલ્કી ફિલ્મ આ વખતે સફળ થઈ હતી. તેની બહુચર્ચિત ફિલ્મ આદિ પુરુષ ભારે પટકાઈ હતી.

આપણ વાંચો: મેટ ગાલામાં છવાઈ મૂળ ગુજરાતી મોના પટેલ, વિદેશી સ્ટાર્સને પણ પાછળ છોડ્યા

નવમાં સ્થાને જીગરાની હીરોઈન આલિયા ભટ્ટ છે. આલિયા ફિલ્મ સાથે પર્સનલ લાઈફ અને દીકરી રાહાને લીધે પણ ચર્ચામાં રહી હતી. આ લીસ્ટમાં આઠમાં નંબરે સાઉથ સેન્સેશન સમંથા પ્રભુ છે. તો સાતમાં સ્થાને જે હીરોઈન છે તે માત્ર પર્સનલ લાઈફ અને ઈવેન્ટ્સને લીધે ચર્ચામાં રહી છે, તેની એકપણ ફિલ્મ રિલીઝ થઈ નથી. સાતમાં સ્થાને બચ્ચન પરિવારની વહુ ઐશ્વર્યા રાય પોપ્યુલારિટી લિસ્ટમાં ફ્લેશ થઈ છે.

મુંઝિયા ફિલ્મના ગીત અને વેદાથી જાણીતી થયેલી શરવરી વાઘ છઠ્ઠા સ્થાને તો આજે જ લગ્નના બંધને બંયેલી શોભિતા ધૂલિપાલા છે. નાગા ચૈતન્યા સાથેના તેનાં લગ્નએ તેને પોપ્યુલારીટી ચાર્ટમાં આગળ પહોંચાડી દીધી છે.

કોણ છે ટૉપ 4 સ્ટાર્સ

પોપ્યુલારિટી ચાર્ટમાં નંબર 4 પર છે કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાન. શાહરૂખની આ વર્ષે એક પણ ફિલ્મ રિલીઝ થઈ નથી, છતાં તે ચર્ચામાં રહ્યો છે અને ચોથા નંબરે પહોંચ્યો છે.

આપણ વાંચો: આલિયા, દિપીકાને પછાડી દક્ષિણની આ અભિનેત્રી આવી લોકપ્રિયતામાં ટોચ પર

સૌથી મોટું સરપ્રાઈઝ નંબર 3 સ્ટારે આપ્યું છે. નંબર-3 પર ઈશાન ખટ્ટર છે. ઈશાનની કોઈ ફિલ્મ નથી આવી કે નથી સમાચારોમાં ચમક્યો છતાં તેનું રેટિંગ 3જા નંબર પર થયું છે.

નંબર-2 પર છે દીપિકા પદુકોણ. આ વર્ષે તે માતા બની અને તેની બે ફિલ્મ કલ્કિ અને સિંઘમ અગેઈન રિલિઝ થઈ અને સફળ પણ થઈ. દીપિકાએ હજુ પોતાનો ચાર્મ ગુમાવ્યો નથી અને આટલી કોમ્પિટિશન બાદ તે બીજા નંબરે છે.

આપણ વાંચો: હાય…. Jaya Bachchanનો આવો અંદાજ જોઈને તમને તમારી આંખો પર વિશ્વાસ નહીં થાય?

ત્યારે પહેલા નંબરે છે એનિમલ, ભુલભુલૈયાની હીરોઈન તૃપ્તી ડીમરી. ફિલ્મ એનિમલમાં ઝોયાના પાત્રમાં ચમકેલી ભાભી-2 પોપ્યુલારિટી ચાર્ટમાં પહેલા નંબરે છે. આ વર્ષે તેણે વીકિ ઔર વિદ્યા કા વો વાલા વીડિયો અને બેડ ન્યૂઝ જેવી ફિલ્મો પણ આપી. સેન્સેશન જગાવવા માટે જાણીતી તૃપ્તી 2024માં પોપ્યુલર સ્ટાર બની ગઈ ત્યારે હવે 2025માં ક્યાં હશે તે જોવાનું રહ્યું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button