આવતીકાલની ટીમ ઈન્ડિયામાં થશે ફેરફાર? નેટપ્રેક્ટિસ કરતો જોવા મળ્યો આ નવો ચહેરો…
હેડિંગ વાંચીને જો તમે વિચારી રહ્યા હોવ કે ટીમ ઈન્ડિયા ઓલરેડી સારા ફોર્મમાં છે અને સતત જીતી રહી છે તો કેપ્ટન કુલ રોહિત શર્માને શું સૂઝ્યું કે ફાઈનલના આગલા દિવસે ટીમમાં ફેરફાર કરવાનું સૂઝ્યું? આ નવો ફેરફાર કેવો હશે, ટીમ ઈન્ડિયા માટે આ ફેરફાર કેવા પરિણામો લઈને આવશે?
ભાઈસાબ તમે તમારા મગજના ઘોડા વધારે આગળ દોડાવો એ પહેલાં તમને જણાવી દઈએ કે ભાઈ આ તો અહીંયા સલમાન ખાનના રિયાલિટી ટીવી શો બિગ બોસની વાત થઈ રહી છે. બિગ બોસ-17નો એક પ્રોમો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે અને આ વીડિયોમાં એવું જોવા મળે છે કે બિગ બોસના ઘરમાં ક્રિકેટની પીચ ઊભી કરવામાં આવી છે અને સલમાન ખાન અને હાઉસમેટ્સ ધૂંઆધાર બેટિંગ કરતા જોવા મળી રહ્યા છે.
મેકર્સ દ્વારા વીકએન્ડ કા વારનો એક પ્રોમો શેર કરવામાં આવ્યો છે અને આ પ્રોમોમાં એવું જોવા મળી રહ્યું છે કે સલમાન ખાન સહિત હાઉસમેટ્સ પર વર્લ્ડકપનો ફિવર ચઢેલો છે. સલમાન વીડિયોમાં એવું કહેતો સાંભળવા મળે છે કે ક્રિકેટનો એટલો ફીવર હાઈ ચાલી રહ્યો છે કે અમે વિચાર્યું કે આમાંથી ઘર કેવી રીતે બાકી રહી જાય? ત્યાર બાદ શોના હોસ્ટ સલમાન ખાન પણ બિગબોસના ઘરમાં જ પીચ તૈયાર કરાવે છે અને અંદર જઈને ક્રિકેટ રમતો જોવા મળે છે.
સલમાન ખાનને આ રીતે ક્રિકેટ રમતો જોઈને ફેન્સ ખૂબ જ ખુશ છે. પ્રોમો શેર કરતાં ચેનલ દ્વારા કેપ્શનમાં લખ્યું છે કે છાયેગા ઈન્ડિયા ઈન્ડિયા કા જોશ, જબ સેટ હોગા બિગબોસ હાઉસ મેં ક્રિકેટ કા માહોલ…
અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં જ સલમાન ખાનની ફિલ્મ ટાઈગર થ્રી રિલીઝ થઈ છે અને ફિલ્મે બોક્સ ઓફિસ પર જોરદાર કલેક્શન કર્યું છે. બીજા દિવસે પણ ફિલ્મની કમાણીના આંકડાઓ સારા અને ખુશ કરે એવા હતા. પરંતુ રવિવારે અમદાવાદ ખાતેની વર્લ્ડકપની ફાઈનલ સલમાન ખાનની કમાણી પર કદાચ બ્રેક લગાવે એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.