સિતારે જમીન પર અને કુબેર માટે કમાણી કરવાનો આજે છેલ્લો દિવસ! કોણે કરી વધારે કમાણી? આ રહ્યા આંકડા

મુંબઈઃ સિનેમાઘરોમાં અત્યારે આમિર ખાનની ફિલ્મ ‘સિતારે જમીન પર’ અને ધનુષની ફિલ્મ ‘કુબેર’ પોતાનો જાદુ બતાવી રહી છે. બંને ફિલ્મોએ રિલીઝના પહેલા દિવસથી જ ટિકિટ બારી પર પોતાની સારી એવી પકડ જાળવી રાખી છે. બંને ફિલ્મોની કમાણીના નવા આંકડા આવી ગયા છે. કઈ ફિલ્મે સૌથી વધારે કમાણી કરી? કઈ ફિલ્મમાં બોક્સ ઓફિસ પર હજી પણ ટકી રહેશે? આ દરેક બાબતોની વિગતે અમે તમને જણાવીશું
બોક્સ ઓફિસ પર આ બે ફિલ્મોમાંથી કોણે સૌથી વધારે કમાણી કરી?
કમાણીની વાત કરવામાં આવે તો મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આમિર ખાનની ફિલ્મ ‘સિતારે જમીન પર’ એ રિલીઝના છઠ્ઠા દિવસે 7.25 કરોડ રૂપિયાની કમાણી કરી છે. જ્યારે ધનુષની ફિલ્મ ‘કુબેર’ એ રિલીઝના છઠ્ઠા દિવસે 4.00 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ બંને ફિલ્મોના આ આંકડામાં હજી પણ ઉતાર-ચડાવ આવી શકે તેમ છે. કારણ કે બન્ને ફિલ્મોની કહાણીમાં દમ છે. આ બે ફિલ્મોની ટોટલ કમાણીની વાત કરવામાં આવે તો સિતારે જમીન પર ફિલ્મે માત્ર છ દિવસમાં જ 82.40 કરોડની કમાણી કરી લીધી છે. જ્યારે સાઉથના સુપરસ્ટાર ધનુષની ફિલ્મે કુબેર’એ છ દિવસમાં હજી માત્ર 65.2 કરોડનો વેપાર કર્યો છે. જો કે, હજી પણ બોક્સ ઓફિસ પર બન્ને ફિલ્મોએ પકડ જમાવી રાખી છે.
‘સિતારે જમીન પર’ કમાણી મામલે ‘કુબેર’ કરતા આગળ
સિતારે જમીન પર ફિલ્મ દિવ્યાંગ બાળકો માટેની કહાણી છે. આ ફિલ્મે પહેલા દિવસે 10.07 કરોડનો વેપાર કર્યો હતો. જ્યારે બીજા જ દિવસે ડબલ 20.02 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ત્રીજા દિવસની વાત કરાવમાં આવે તો, 27.25 કરોડ રૂપિયા, ચોથા દિવસે 8.5 કરોડ રૂપિયા અને પાંચમા દિવસે પણ 8.5 કરોડનો વેપાર કરીને કુલ 82.40 કરોડ રૂપિયા બોક્સ ઓફિસ પરથી છાપી લીધા છે.
પાંચ દિવસમાં ‘કુબેર’ એ કુલ 62.02 કરોડ રૂપિયાનો વેપાર કર્યો
ધનુષની ‘કુબેર’ ફિલ્મની વાત કરવામાં આવે તો પહેલા દિવસે 14.75 કરોડ રૂપિયા, બીજા દિવસે 16.5 કરોડ રૂપિયા, ત્રીજા દિવસે 17.35 કરોડ રૂપિયા, ચોથા દિવસે 6.08 કરોડ રૂપિયા અને પાંચમા દિવસે 5.85 કરોડ રૂપિયા સાથે કુલ 65.2 કરોડ રૂપિયાનો વેપાર કર્યો છે. આ ફિલ્મ માટ સારી કમાણી કરવા માટે માત્ર આજનો દિવસ છે. કારણ કે, 27 જૂને બોક્સ ઓફિસ પર Maargan, Jalebi Rocks, Maa, Nikita Roy, F1 (IMAX), Goti Lo ફિલ્મો પણ રિલીઝ થવાની છે. જેથી આજે કમાણી કરી લેવાની છે. બાકી કાલથી કમાણીમાં મોટો ફટકો પડવાનો છે.
આ પણ વાંચો…સિતારે જમીન પર VS કુબેર; બોક્સ ઓફિસ કોણ મચાવશે ધૂમ? બે સુપરસ્ટારની ફિલ્મ વચ્ચે સીધી ટક્કર