મનોરંજન

TMKOCના ફેન્સને દિવાળી પર મળશે મોટું સરપ્રાઈઝ, મેકરે આપી મહત્વની માહિતી…

વાત જ્યારે લોકપ્રિય ટીવી શોની થતી હોય એમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (TMKOC) સૌથી ટોપ પર હોય છે અને હવે આ શોના ફેન્સ માટે મહત્ત્વના સમાચાર આવ્યા છે. દાયકાઓથી દર્શકોને હસાવતા આ શોના મેકર્સે શોની લોકપ્રિયતા વધારવા માટે એક મહત્ત્વનું પગલું ભર્યું છે.

દિવાળી પર શોના ચાહકોને એક મોટું સરપ્રાઈઝ મળશે અને ખુદ શોના મોકર્સે આ બાબતે શો પર આવી ખુલાસો કર્યો હતો. તમારી જાણ માટે કે આસિત કુમાર મોદીએ ખુદ શો પર આવીને શો પર આધારિત એક ગેમ લોન્ચ કરવાનો પ્લાન વિશેની માહિતી આપી હતી.

માર્ચ, 2024 સુધીમાં આઠ ગેમ લોન્ચ કરવામાં આવી હતી અને ત્યારે વધુ 11 ગેમ લોન્ચ કરવાની વાત કરવામાં આવી હતી. હવે વધુ એક ગેમ શોની જાન એવા જેઠાલાલ ગડાના કેરેક્ટર પર આધારિત ગડા ઈલેક્ટ્રોનિક્સ લોન્ચ કરવામાં આવશે. આવતીકાલે આ ગેમ લોન્ચ કરવામાં આવશે અને ખુદ આસિત કુમાર મોદી દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરીને આ વાતની માહિતી આપવામાં આવી હતી.

આપણ વાંચો: પેરીસ ઓલમ્પિકમાં મેડલ વિજેતા આ ખેલાડી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં’ નો મોટો ફેન છે

શોના મેકર્સે ઓફિશિયલ એક્સ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે અનેઆ વીડિયોમાં તેમણે જણાવ્યું હતું કે તારક મહેતા કા ફેન્સ માટે સારા સમાચાર લઈને આવ્યા છે. આ નવી ગેમમાં જેઠાલાલ, નટુકાકા, બાઘા અને મગન જેવા પાત્રોનો સમાવેશ થાય છે અને ચોક્કસ જ આ ગેમ ફેન્સને ફન કરાવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલાં રન જેઠા રન, ભીડે સ્કુટર રેસ, મેચ પુલ 2048, પોપટ શોર્ટકટ રેસ, જમ્પ ભીજે જમ્પસ તારક ફ્રુટ મેચ વગેરે લોન્ચ કરવામાં આવી છે. જોઈએ હવે નવી ગેમ શોની લોકપ્રિયતામાં કેટલો વધારો કરે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button