TMKOCની એક્ટ્રેસ કરી રહી છે બોયફ્રેન્ડ સાથે લગ્ન? આ કારણે બે જ ફેરા ફરશે…

હેડિંગ વાંચીને તમે તમારા મગજના ઘોડા દોડાવો એ પહેલાં જ તમને જણાવી દઈએ કે અને અહીં Tarak Mehta Ka Ooltah Chashma સીરિયલમાં આત્મારામ તુકારામ ભીડેની દિકરી સોનુનો રોલ કરનાર એક્ટ્રેસ ઝીલ મહેતાની વાત કરી રહ્યા છીએ. જી હા, ઝીલ મહેતા આ જ વર્ષના અંત સુધીમાં તેના બોયફ્રેન્ડ આદિત્ય સાથે લગ્ન કરવા જઈ રહી છે.
અહીંયા તમારી જાણ માટે કે ઝિલ અને આદિત્ય બાળપણના મિત્રો છે એવું. કહેવામાં આવી રહ્યું છે કે આ લગ્ન બે રિવાજો અનુસાર થશે, કારણ કે ઝિલ મહેતા ગુજરાતી છે અને જ્યારે તેનો બોયફ્રેન્ડ આદિત્ય ઉત્તર ભારતીય બ્રાહ્મણ છે. ખુદ ઝિલ મહેતાએ હાલમાં જ આપેલા એક ઈન્ટરવ્યુમાં આ વિશે ખુલાસો કર્યો હતો. એટલું જ નહીં પણ ઝિલે એવું પણ કહ્યું હતું કે તે આદિત્ય સાથે ચાર નહીં પણ બે જ ફેરા ફરશે. આવો જોઈએ કે આખરે ઝિલે આવું કેમ કહ્યું અને એની પાછળનું કારણ શું છે?
ઈન્ટરવ્યુમાં તેણે પોતાના લગ્ન અને લવ સ્ટોરી વિશે ખૂલીને વાત કરી હતી. તેણે એવું પણ કહ્યું હતું કે પહેલાં તો તેના માતા-પિતા આ લગ્ન માટે તૈયાર નહોતા અને તેઓ એવું ઈચ્છતા હતા કે ઝિલ એની જ જ્ઞાતિમાં લગ્ન કરે. પણ આખરે ઘીના ઠામમાં ઘી પડી રહ્યું અને ઘરના લોકો આ લગ્ન માટે રાજી થઈ ગયા.
આગળ ઝિલે એવું પણ જણાવ્યું હતું કે તે અને આદિત્ય આ વર્ષના અંત સુધીમાં લગ્ન કરી લેશે અને બંને પરિવારોમાં આ માટેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. તેણે કહ્યું હતું કે મારા લગ્નમાં ચાર-પાંચ ફંક્શન હશે અને એમાં હલદીથી લઈને મહેંદી અને સંગીત સેરેમની બધાનો સમાવેશ થાય છે.
રસપ્રદ વાત તો એ છે કે ઝિલ મહેતા અને આદિત્યએ સાતને બદલે બે જ ફેરા ફરવાનું નક્કી કર્યું છે. ઝિલના જણાવ્યા અનુસાર તે ગુજરાતી છે જ્યારે આદિત્ય ઉત્તર ભારતીય બ્રાહ્મણ છે એટલે તે એક ફેરો ગુજરાતી શૈલીમાં જ્યારે બીજો ફેરો ઉત્તર ભારતીય શૈલીમાં ફરશે. ઝિલ મહેતાએ જણાવ્યું કે તેનો અને આદિત્યનો પરિવાર લાંબા સમયથી એકબીજાને ઓળખે છે, પરંતુ સંબંધોને લઈને બંને પરિવારમાં ખચકાટ હતો. ઝિલના માતા-પિતા ઇચ્છતા હતા કે તેમની પુત્રી તેમની જ જ્ઞાતિમાં લગ્ન કરે. પરંતુ પાછળથી પરિવાર આ સંબંધ માટે રાજી થયો અને હવે આદિત્યને જમાઈ કરતાં પુત્ર માને છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અનેક વર્ષો પહેલા અભ્યાસના કારણે ઝિલે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છોડી દીધો હતો. તે આશરે 5 વર્ષ સુધી આ શો સાથે જોડાયેલી હતી. 2008માં જ્યારે ઝિલ મહેતા ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નો ભાગ બની ત્યારે તે ચાઈલ્ડ આર્ટિસ્ટ હતી.