મનોરંજન

Ambani Familyની આ ફિમેલ મેમ્બર હતી Rajesh Khannaના દર્દોની દવા

મુંબઈઃ અંબાણી પરિવારની લાડલી વહૂ ટીના મુનિમને કોઈ વિશેષ ઓળખ આપવાનું જરુરી નથી અને આજે પણ અંબાણી પરિવાર સાથે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સૌકોઈ ઓળખે છે. જોકે એક સમયે લોકોના દિલો પર રાજ કરનારી ટીના મુનિમ માટે બોલીવુડની ફિલ્મોની શ્રેષ્ઠ અદાકારા તરીકે નામ કમાવ્યું હતું.

ટીના મુનિમ 70 અને એંસીના દાયકાની અનેક જાણીતી ફિલ્મોમાં કામ પણ કરી ચૂકી છે. પણ એક જમાનામાં બોલીવુડના સુપરસ્ટાર રાજેશ ખન્ના અને ટીના મુનિમ વચ્ચે સારી મિત્રતા હતી. એટલે સુધી કે રાજેશ ખન્ના ટીન મુનિમને પોતાના દુખ-દર્દોને દૂર કરનારી દવા હતા.


આ પણ વાંચો:
દેવામાં ડૂબેલા અનિલ અંબાણીને મળશે 4,000 કરોડ રૂપિયા, જાણો ક્યાંથી આવશે આટલા પૈસા?

ટીના મુનિમનો જન્મ મુંબઈના એક ગુજરાતી પરિવારમાં થયો હતો. માત્ર 20 વર્ષની ઉંમરમાં જ ટીનાએ ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી નાખી હતી. 70 અને 80ના દાયકામાં તો તેણે ઘણી પ્રખ્યાત ફિલ્મોમાં લીડ એક્ટ્રેસ તરીકે કામ કર્યું હતું.

જોકે આ ફિલ્મોમાં તેની મોટા ભાગની ફિલ્મો એ સમયના સુપરસ્ટાર રાજેશ ખન્ના સાથે કરી હતી. ફિલ્મોમાં ઓનસ્ક્રીન ટીના અને રાજેશ ખન્નાની જોડીને ફેન્સ પણ ખૂબ પસંદ કરતા હતા, જે રીતે આજે શાહરૂખ અને કાજોલની જોડીને પસંદ કરે છે.


આ પણ વાંચો: આ ખાસ અંદાજમાં હાર્દિક પંડ્યાનું મુંબઈ ઈન્ડિયન્સમાં સ્વાગત કર્યું નીતા અંબાણીએ…

એક સમય એવો આવ્યો જ્યારે રાજેશ ખન્ના અને ટીના મુનિમે પોતાના ફેન્સને બેક ટૂ બેક 11 ફિલ્મો આપી. આ તમામ ફિલ્મોમાં બંનેએ સાથે કામ કર્યું હતું. નોંધનીય છે કે બંને પોત-પોતાના સમયના સુપરસ્ટાર પણ હતા. જોકે બંનેની ઉંમર વચ્ચે 15 વર્ષનો તફાવત હોવાથી બંનેના અફેરની ચર્ચાએ સમાચારોનું બજાર ગરમ કર્યું હતું.

પણ બંનેનો સંબંધ લાંબો સમય સુધી ટક્યો નહોતો અને સાત વર્ષની લાંબી મિત્રતા બાદ બંનેએ જુદા થવું પડ્યું હતું. ટીનાએ એક ઈન્ટરવ્યૂમાં રાજેશ ખન્નાના બ્રેક-અપની વાત પણ કહી હતી. ટીનાએ કહ્યું હતું કે રાજેશ ખન્નાને ક્યારેય કોઈ પ્રેમ કરી શકતું નથી. તેમનો સ્વભાવ જ એવો છે કે તેઓ પોતાને જ પ્રેમ કરે છે. 1991માં ટીના મુનિમે અનિલ અંબાણી સાથે લગ્ન કરી લીધા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button