બે વર્ષ જેલમાં રહી ચૂકે છે આ ફેમસ એક્ટ્રેસ, બચ્ચન પરિવાર સાથે છે નજીકનો સંબંધ…

હેડિંગ વાંચીને તમે પણ ચોંકી ઉઠ્યા ને? બચ્ચન પરિવાર સાથે નજીકનો સંબંધ હોય એવી એક્ટ્રેસ બે વર્ષ સુધી જેલમાં રહી ચૂકી છે એ છે કોણ? થોડા ધીરા પડો તમારા માટે અમે અહીં તમને આ આખી સ્ટોરી જણાવવા જઈ રહ્યા છીએ.
આ એક્ટ્રેસે પોતાના અલગ અલગ રોલ અને અદાકારીથી દર્શકોના દિલ જિત્યા છે અને આજે પણ તેની લોકપ્રિયતા વધી રહી છે. મજાની વાત તો એ છે કે તેણે ખુદને ઓટીટી સ્પેસમાં પણ સારી રીતે એસ્ટાબ્લિશ કરી છે.
આ એક્ટ્રેસ બીજું કોઈ નહીં પણ તિલોત્તમા શોમ છે. તિલોત્તમાએ મેન્ટલહુડ, દિલ્હી ક્રાઈમ, ધ નાઈટ મેનેજર, કોટા ફેક્ટરી, લસ્ટ સ્ટોરીઝ-2 વગેરેનો સમાવેશ થાય છે. વાત કરીએ વર્ષ જેલમાં પસાર કરવાની તો તિલોત્તમા હ્યુમન સાઈકોલોજીનો અભ્યાસ કરવા માટે રિકર્સ આઈલેન્ડની જેલમાં બે વર્ષ રહી હતી. આ સમયે તેણે અનેક ગુનેગારોને થિયેટર વગેરે શિખડાવ્યું છે.
આપણ વાંચો: બચ્ચન પરિવારના મતભેદ વચ્ચે Amitabh Bachchanની પ્રોપર્ટીમાં હિસ્સો માંગ્યો આ વ્યક્તિએ…
એક ઈન્ટરવ્યુ દરમિયાન તિલોત્તમાએ જણાવ્યું હતું કે મારી પાસે કોઈ પણ ટ્રેનિંગ નહોતી, જ્યારે હું આ ઈન્ડસ્ટ્રીમાં આવી ત્યારે ક્લીન સ્લેટ જેવી હતી. હું બીજા કલાકારોની જેમ એનએસડી કે એફટીઆઈ નથી ગઈ. ન્યુ યોર્કની રિકર્સ આઈલેન્ડ જેલમાં મેં કામ કર્યું હતું. બે વર્ષ સુધી મેં અહીં એક મહિલા કેદી અને એક પુરુષ કેદી સાથે કામ કર્યું છે અને સાચું કહું તો મને ત્યાંથી જ એક્ટિંગની ટ્રેનિંગ મળી છે.
વાત કરીએ તો તિલોત્તમા શોમની બચ્ચન પરિવાર સાથેના કનેક્શનની તો 2015માં તિલોત્તમાએ જયા બચ્ચનની બહેન નીતા ભાદુડીના દીકરા કુણાણ રોસ સાથે લગ્ન કર્યા હતા, આમ તિલોત્તમા જયા બચ્ચનની વહુ છે અને અભિષેક બચ્ચનની તો તે સંબંધમાં તિલોત્તમાનો દિયર લાગે છે. તિલોત્તમા અને કુણાલના લગ્ન આખો બચ્ચન પરિવાર સામેલ થયો હતો.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તિલોત્તમાએ મોનસૂન વેડિંગ (2001)થી પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. ગંગોર, શાંઘાઈ, અંગ્રેજી મીડિયમ જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. આ સિવાય છેલ્લી વખત એક્ટ્રેસ પાતાલ લોક સિઝન -ટુમાં જોવા મળી હતી, જેમાં તેણે નાગાલેન્ડની પોલીસ અધિકારી મેઘના બરુઆની ભૂમિકા નિભાવી હતી.