Thug Life Review: કમલે કમાલ કરી, પણ ફિલ્મનો અસલી હીરો ઝાંખો પડ્યો

વિવાદોમાં ઘેરાયેલી ફિલ્મ ઠગ લાઈફ રિલિઝ થઈ ગઈ છે. કમલ હાસન, મણિરત્ન અને એ.આર. રહેમાનની ત્રિપુટી હોય તો ફિલ્મ પાસે એક્સેલન્સીની અપેક્ષા ચોક્કસ રાખી શકાય, પરંતુ કમલ હાસનને બાદ કરીએ તો ફિલ્મ એવરેજ કરતા પણ થોડી ઉતરતી છે. આનું કારણ છે ફિલ્મનો અસલી હીરો એટલે કે સ્ટોરી-વાર્તા નબળી છે અને તેથી બાકીના બધા પાંસા પણ નબળા પુરવાર થાય છે.
શું છે ફિલ્મની વાર્તા
ટ્રેલરમાંથી જે સમજી શકાય છે તે પ્રમાણે કમલ હાસન એક ગેંગસ્ટર શક્તિવેલની ભૂમિકામાં છે. તેમની ગેંગના સાગરિતના હાથે એક ફેરિયાની હત્યા થાય છે અને તેના દીકરાને મોટો કરે છે. દીકરી ગૂમ થઈ જાય છે.
આપણ વાંચો: Film review: રાજકુમાર રાવની ભૂલ તમે ભૂલથી પણ થિયેટરમાં જોવા ન જાઓ તો સારું
કમલ હાસનની સામેની ગેંગ પોલીસ સાથે ભળી ઘણા અવરોધો ઊભા કરે છે. આ અવરોધોને દૂર કરતા કમલ અને દીકરાની વાર્તા છે. ફિલ્મમાં એક મુખ્ય પ્લોટને ન્યાય આપવાને બદલ મણિરત્નમ સબપ્લોટ્સમાં ગૂંચવાય જાય છે. ફિલ્મનો પહેલો ભાગ થોડો ગમે તેવો છે, પણ બીજા ભાગમાં ઓડિયન્સની પરીક્ષા થાય તેવું છે.
ફિલ્મનું હિન્દી ડબિંગ પણ નબળું છે. એકંદરે વાર્તા એકડેથી શરૂ થઈને દસ સુધી પહોંચવાને બદલે આડી અવળી હિલોળા લેતી જાય છે અને દર્શકોને જકડી રાખવા જેવું કંઈ જ નથી. ફિલ્મની વાર્તા જેટલી નબળી છે ટ્રિટમેન્ટ તેટલી જ સારી છે.
એક્શન્સ, સિનેમેટોગ્રાફી પણ ગમે તેવી છે, પણ રોજા, દિલ સે, બોમ્બે જેવા તગડા વિષયો પર જબરજસ્ત ફિલ્મો બનાવનારા મણિરત્ન આ વખતે થાપ ખાઈ ગયા છે. વાર્તા તેમણે અને કમલે જ લખી છે ત્યારે સવાલ એ થાય છે કે તેમને લખતા સમયે ગૂંચવાડો નહીં અનુભવાયો હોય.
આપણ વાંચો: raid-2 reviewઃ વાર્તા એ જ અને કહેવાની સ્ટાઈલ પણ એ જ, છતાં ગમે તેવી ફિલ્મ
કેવી છે એક્ટિંગ-ડિરેક્શન
પહેલા કહ્યું તેમ જ કમલે કમાલ કરી છે. 1994થી હાલના સમય સુધીમાં કમલ યુવાન, પુખ્ત અને પ્રૌઢ લૂકમાં છે. એક્શન, ઈમોશનલ કે રોમાન્ટિક સિન્સમાં કમલ પરફેક્ટ લાગે છે. હા ક્યાંક મેક અપમાં ચૂક થઈ હોય તેમ જણાય છે, પણ કમલ હાસનની આવડત બધુ ઢાંકી દે છે. કમલ સિવાય તૃષ્ણા, અભિરામી બન્ને જોવાલાયક છે.
બન્નેએ કમલ હાસનની હાજરીમાં દર્શકોનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યું છે. કમલના દીકરા તરીકે સિલમ્બરાસન પણ સારો અભિનય કરી ગયો છે. અલી ફઝલ અને મહેશ માંજરેકર પણ સારો અભિનય કરી શક્યા છે, પણ ફરી વાત ત્યાં જ આવે છે કે તમે તેમની સાથે કનેક્ટ નથી થઈ શકતા કારણ કે તેમના પાત્ર તમને જકડી શકતા નથી.
મણિરત્નમે પોતાના તરફથી 100 ટકા આપ્યું છે. ઘણા એક્શન સિકવન્સ મજા આવે તેવા છે, પણ વાઉ ફેકટર મિસિંગ છે. એડિટિંગ પણ નબળું છે. સરવાળે ફિલ્મ એવરેજ કહી શકાય તેવી જ બની છે. જો તમે કમલ હાસનના જબરા ફેન હો અને માત્ર ટાઈમપાસ કરવા ફિલ્મ જોવા જતા હો, તો વન ટાઈમ વૉચ ફિલ્મ તરીકે જોઈ શકો.