સાઉથની આ એક્ટ્રેસનું Road Accidentમાં નિધન, સાથે પ્રવાસ કરી રહેલા એક્ટર અને બહેન ઈજાગ્રસ્ત…

ઉથ ઈન્ડિયન ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીની જાણીતી એક્ટ્રેસનું રવિવારે એક રોડ એક્સિડન્ટમાં નિધન થયું હતું. એક્ટ્રેસના નિધનના સમાચારથી ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજું ફરી વળ્યું છે. તેલુગુ અને કન્નડ ટીવી સિરીયલમાં કામ કરનારી અભિનેત્રી Pavitra Jayaramનું હૈદરાબાદમાં થયેલાં એક રોડ એક્સિડન્ટમાં નિધન થયું હતું, જ્યારે અકસ્માતમાં એક્ટ્રેસની બહેન અને અન્ય એક સાઉથનો એક્ટર પણ ઈજાગ્રસ્ત થયો હોવાની માહિતી સામે આવી રહી છે.
મળી રહેલી માહિતી પ્રમાણે તેલુગુ ટેલિવિઝન સિરીઝ ત્રિનયનીમાં તિલોતમાનો રોલ કરનાર એક્ટ્રેસ પવિત્રા જયરામનું રવિવારે આંધ્રપ્રદેશના મહેબુબ નગર ખાતે થયેલા ગમખ્વાર એક્સિડન્ટમાં સ્પોટ પર જ મૃત્યુ થઈ ગયું હતું.
ડ્રાઈવરે કાર પરથી નિયંત્રણ ગુમાવી દેતાં કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી અને એ જ સમયે હૈદરાબાદથી વાનાપર્થી જઈ રહીલે બસ સાથે સાથે ભટકાઈ હતી. આ અકસ્માત અભિનેત્રી કર્ણાટકના માંડ્યા જિલ્લામાં આવેલા હાનોકેરેથી પાછી ફરી રહી હતી એ સમયે થયો હતો.
મીડિયા રિપોર્ટ અનુસાર આ ઘટનામાં પવિત્રાની કઝિન બહેન અપેક્ષા, ડ્રાઈવર શ્રીકાંત અને સાઉથના જ અભિનેતા ચંદ્રકાંત ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. પવિત્રાના નિધનના સમાચારથી સાઉથ ઈન્ડિયન એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજું ફરી વળ્યું છે અને ઈન્ડસ્ટ્રીના અનેક લોકોએ તેના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું છે.