
હાલમાં આઈપીએલની 17મી સિઝન ચાલી રહી છે. IPLની ઘણી ટીમના માલિક ફિલ્મ સ્ટાર પણ છે. બે ફિલ્મસ્ટારની ટીમ કૉલકાત્તા નાઈટ રાઈડર્સ હાલમાં ટૉપ પોઝિશનમાં છે. આના માલિક શાહરૂખ ખાન અને જૂહી ચાવલા છે. ડર, યસ બૉસ, રાજૂ બન ગયા જેન્ટલમેન જેવી ફિલ્મો સાથે કરી મિત્રો બનેલા આ બન્ને કલાકારોએ સાથે મળી કેકેઆરની ટીમ ખરીદી છે.
જોકે પોતાની ટીમ વિશે વાત કરતા જૂહીએ એક નવાઈ પમાડે તેવી વાત કરી છે. જૂહીએ કહ્યું કે આટલા વર્ષોમાં મેં અને શાહરૂખે સાથે અમારી ટીમની મેચ નથી. આનું કારણ કહેતા જૂહી કહે છે કે જો મેચ સારું પર્ફોમ કરે તો વાંધો નહીં પણ જો કંઈક પ્રોબ્લેમ થાય તો શાહરૂખ બધો ગુસ્સો મારા પર કાઢે છે. આથી હું તેની સાથે મેચ જોતી નથી.
આપણ વાંચો: શાહરૂખ, સલમાન, અક્ષયકુમાર, રણબીર અને કાર્તિકે બાળક બની બતાવ્યા ફળોના ફાયદા, જુઓ મજેદાર વીડિયો
Juhi Chawlaએ એમ પણ કહ્યું હતું કે અમારી ટીમ જ્યારે મેદાનમાં ઉતરે છે ત્યારે પેલેવિયનમાં અમારો પણ પરસેવો છૂટી જાય છે. અમે સતત ટેન્શનમાં હોઈએ છીએ કે અમારી ટીમ કેવો દેખાવ કરશે. જૂહીએ એમ પણ કહ્યું કે અમે બધી મેચો વખતે ટીવી સેટ સામે ગોઠવાઈ જઈએ છીએ.
એક સમયે જૂહી સાથે એસઆરકેનું નામ પણ જોડાયું હતું. જોકે બન્ને સારા મિત્રો હોવાનું જ કહેતા રહ્યા. જૂહીએ થોડા સમય પહેલા મિત્રતાની સાબિતી પણ આપી હતી. કિંગ ખાનનો દીકરો આર્યન ડ્રગ્સ કેસમાં ફસાયો હતો ત્યારે જૂહી ચાવલાએ બૉન્ડ સાઈન કર્યા હતા અને રકમ પણ ચૂકી હતી.