આ તો Moye Moye થઈ ગયું… પૂનમ પાંડેના વીડિયો બાદ સોશિયલ મીડિયા પર આવ્યું મીમ્સનું ઘોડાપૂર..

ગઈકાલથી સોશિયલ મીડિયા પર બે જ વસ્તુ વિશે વાત થઈ રહી છે એક તો પૂનમ પાંડેના અણધારી વિદાય અને બીજું એટલે સર્વાઈકલ કેન્સર… પૂનમ પાંડેના નિધનના સમાચાર બાદ ઈન્ટરનેટ પર જાત જાતની વાતો થઈ રહી હતી અને આખરે આજે સવારે એક્ટ્રેસ પૂનમ પાંડેએ વીડિયો શૂટ કરીને પોતે જીવતી હોઈ સર્વાઈકલ કેન્સર અંગે જાગરૂક્તા લાવવા માટે આ સ્ટન્ટ કર્યું હોવાનો ખુલાસો કર્યો હતો.
પૂનમ હંમેશની જેમ પોતાની ઉટપટાંગ હરકતોથી ફરી એક વખત ચર્ચામાં આવી છે. નેટિઝન્સે આ વીડિયોને જોઈને જાત જાતની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે મીમ્સના માધ્યમથી. સોશિયલ મીડિયા પર ગઈકાલથી પૂનમ પાંડે એ ટ્રેન્ડ કરી રહી છે અને ચર્ચાનો વિષય બની ગઈ છે.
હંમેશા પૂનમે તેની લોકપ્રિયતાને કારણે માથે બેસાડનારા નેટિઝન્સે આ વખતે તેના આવા સસ્તા પબ્લિસિટી સ્ટન્ટને કારણે આડે હાથ લીધી છે. એટલું જ નહીં પણ લોકો તેને સવાલો પણ પૂછી રહ્યા છે કે પ્રમોશન કે અવેરનેસ લાવવાની આ તે કેવી રીત? અવેરનેસ માટે આવું કરવું યોગ્ય છે કે?
સોશિયલ મીડિયા પર બોલીવૂડ, સાથઉની અલગ અલગ ફિલ્મોના માધ્યમની ક્લિપ્સથી નેટિઝન્સ પૂનમ પર નિશાનો સાધી રહ્યા છે. પ્રસિદ્ધિ માટે પૂનમ પાંડે કંઈ પણ કરી શકે છે એ ફરી એક વખત તેની હરકતથી સ્પષ્ટ થઈ ગયું છે અને આવું જ મીમ્સ અને કમેન્ટ્સને જોઈને સ્પષ્ટ થઈ રહ્યું છે.