મનોરંજન

ખાસ અંદાજમાં ટીમ ઈન્ડિયાને સપોર્ટ કરતો દેખાયો બી-ટાઉનનો આ હેન્ડસમ…

ટીમ ઈન્ડિયા પાકિસ્તાન સામેની મેચ જિતી ગઈ હતી. આ મેચ દરમિયાન દરેક દેશવાસીઓ ટીમ ઈનિડ્યાને ચિયરઅપ કરતા દેખાયા હતા. પરંતુ આપણે અહીં બી-ટાઉનના હેન્ડસમ અને ચોકલેટી બોય ટાઈગર શ્રોફની વાત કરી રહ્યા છીએ. ટાઈગર શ્રોફ હાલમાં તેની આગામી ફિલ્મ ગણપતને લઈને ઓલરેડી લાઈમ લાઈટમાં છે જ, પણ એક્ટર ફરી એક વખત ચર્ચામાં એટલા માટે આવ્યો છે. એક્ટરે ખાસ અંદાજમાં ટીમ ઈન્ડિયાને સપોર્ટ કર્યો હતો.

ટાઈગરે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે, જમાં તે ટીમ ઈન્ડિયાને સપોર્ટ કરતો જોવા મળી રહ્યો છે. વીડિયોની કેપ્શનમાં તેણે લખ્યું છે કે કોઈ પૂછે તો બતાના હમ ઈન આયે હૈ… વીડિયોમાં ટાઈગર તેની આગામી ફિલ્મ ગણપતના ગીત હમ આયે હૈનો હુક સ્ટેપ્સ કરતો જોવા મળી રહ્યો છે. કેપ્શનમાં તેણે આગળ લખ્યું હતું કે લેટસ ગો ટીમ ઈન્ડિયા…

ટાઈગરના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે કૃતિ સેનન સાથે આગામી ફિલ્મ ગણપતમાં જોવા મળશે અને આ ફિલ્મમાં તેની સાથે અમિતાભ બચ્ચન પણ કામ કરતા જોવા મળશે. ફિલ્મ 20મી ઓક્ટોબરના રિલીઝ થવા જઈ રહી છે.

View this post on Instagram

A post shared by Tiger Shroff (@tigerjackieshroff)

છેલ્લે ટાઈગર ફિલ્મ હીરોપંતીમાં જોવા મળ્યો હતો, જે 2022માં રિલીઝ થઈ હતી. હવે એક વર્ષ બાદ તે પાછો મોટા પડદા પર જોવા મળશે. ફેન્સને આ ફિલ્મથી ખૂબ જ આશા-અપેક્ષા છે. જ્યારે કૃતિ સેનન ફિલ્મ શહેઝાદામાં કાર્તિક આર્યન સાથે જોવા મળી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button