મનોરંજન

આ જાણીતા હોલીવૂડ અભિનેતા પર લાગ્યો જાતીય સતામણીનો આરોપ

હોલીવૂડનો જાણીતો અભિનેતા વિન ડીઝલ મુશ્કેલીમાં આવી ગયો છે. ‘ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ’ ફિલ્મના અભિનેતા વિન ડીઝલ પર જાતીય સતામણીનો આરોપ લાગ્યો છે અને આ આરોપ અન્ય કોઇએ નહીં, પણ અભિનેતાની એક્સ આસિસ્ટન્ટ એસ્ટ્રા જોનાસને લગાવ્યો છે.

જોનાસને જણાવ્યું હતું કે 2010માં તેના માટે કામ કરતી વખતે તે જાતીય સતામણીનો શિકાર બની હતી. એસ્ટ્રા જોનાસને ગુરુવારે લોસ એન્જલસમાં મુકદ્દમો દાખલ કર્યો હતો. તેણે આરોપ લગાવ્યો હતો કે વિન ડીઝલે એટલાન્ટા હોટલના રૂમમાં તેની જાતીય સતામણી કરી હતી. હોલીવુડના જાણીતા સ્ટાર અભિનેતા વિન ડીઝલે દીપિકા પાદુકોણ સાથે કામ કર્યું છે.

જોનાસન ઘણા વર્ષોથી વિન ડીઝલની ફિલ્મ કંપનીમાં કામ કરતી હતી. જોનાસન તેના સામાજિક કાર્યક્રમોમાં હાજરી આપવાથી લઈને તેની ઇવેન્ટના ફોટોગ્રાફ્સ લેવા સુધીની દરેક બાબતોની દેખરેખ રાખતી હતી. આ ઘટના બની ત્યારે તેઓ ફિલ્મ “ફાસ્ટ ફાઇવ” પર કામ કરી રહ્યા હતા. જોનાસને દાવો કર્યો છે કે વર્ષ 2010માં વિન ડીઝલે એટલાન્ટાની એક હોટેલની અંદર તેની જાતીય સતામણી કરી હતી અને તેનું યૌન ઉત્પીડન કર્યું હતું. એસ્ટ્રા જોનાસને આ કેસમાં આરોપ લગાવતા જણાવ્યું છે કે આ ઘટના બન્યાના કલાકો પછી ડીઝલના સહાયક તરીકેની નોકરીમાંથી કાઢી મૂકવામાં આવી હતી.

વિન ડીઝલે બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણ સાથે ફિલ્મ XXX રિટર્ન ઓફ ઝેન્ડર કેજમાં પણ કામ કર્યું છે. 2001માં ‘ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ’ ફ્રેન્ચાઈઝીની પ્રથમ ફિલ્મથી ડીઝલ ડોમિનિક ટોરેટોની ભૂમિકામાં દેખાયો છે.
વિન ડીઝલના કાનૂની અને જનસંપર્ક પ્રતિનિધિઓએ હાલમાં તો આ કેસ અંગે કંઇ પ્રતિક્રિયા આપી નથી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button