આ ફેમસ એક્ટ્રેસે કર્યા Himachal Pradeshમાં સિક્રેટ વેડિંગ, પોસ્ટ કરી આપી માહિતી…
બોલીવૂડમાં હાલમાં સિક્રેટ વેડિંગની સિઝન પૂરજોશમાં મહોરી ઉઠી છે. ફિલ્મ પિંક ફેમ એક્ટ્રેસ તાપસી પન્નુ બાદ હવે બોલીવૂડની વધુ એક એક્ટ્રેસે સિક્રેટ વેડિંગ કરી લીધા છે અને એ પણ છેક હિમાચલ પ્રદેશમાં… આવો જોઈએ કોણ છે આ એક્ટ્રેસ અને કોની તેણે કોની સાથે લગ્ન કર્યા છે તે-
ફિલ્મ Love Aaj Kal-2 ફેમ એક્ટ્રેસ આરુષિ શર્માએ વૈભવ વિશાંત સાથે હિમાચલ પ્રદેશમાં લગ્ન કરી લીધા છે. આરુષિ શર્માએ કાસ્ટિંગ ડિરેક્ટર વૈભવ વિશાંત સાથે લગ્ન કરી લીધા છે. આરુષિએ પોતાના લગ્નના ફોટો સોશિયલ મીડિયા પર શેર કરીને ફેન્સ સાથે આ ગુડ ન્યૂઝ શેર કર્યા છે.
છેલ્લે કાલા પાની વેબસીરિઝમાં જોવા મળેલી આરુષિ શર્માને આખરે તેનો મિસ્ટર પરફેક્ટ મળી ગયો છે અને એક્ટ્રેસે 18મી એપ્રિલના રોજ હિમાચલ પ્રદેશમાં ખૂબ જ નજીકના લોકોની હાજરીમાં સાત ફેરા લીધા હતા. મળી રહેલી માહિતી પ્રમાણે આ વેડિંગ સેરેમનીમાં પરિવારના નજીકના લોકો અને મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.
આપણ વાંચો: સાઉથની આ ફેમસ એક્ટ્રેસે કરી આત્મહત્યા…
આરુષિ શર્માએ પોતાના લગ્નના દિવસે પેસ્ટલ કલરનો લહેંગો પહેર્યો હતો અને વૈભવ પણ સરસ મજાની પેસ્ટલ કલરના વર્કવાળી શેરવાની પહેરી હતી. બંનેના લગ્નના ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં જ ફેન્સ શુભેચ્છા અને લાઈક્સનો વરસાદ કરી રહ્યા છે.
આરુષિના પતિ વૈભવ વિશે વાત કરીએ તો તે બોલીવૂડમાં કાસ્ટિંગ ડિરેક્ટર તરીકે કામ કરે છે અને તેણે બડે મિયાં છોટે મિયાં, પીકે, તેરી બાતોં મેં ઉલઝા ઐસા જિયા, બદલાપુર જેવી 50 ફિલ્મ માટે કાસ્ટિંગ કર્યું છે.
મહત્ત્વની વાત તો એ છે કે વૈભવે કાલા પાની વેબ સિરીઝ માટે પણ કાસ્ટિંગ ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું અને આ સિરીઝમાં આરુષિએ પણ કામ કર્યું હતું. અહીંથી જ આરુષિ અને વૈભવ એકબીજાની નજીક આવ્યા આખરે લગ્ન બંધનમાં બંધાઈ ગયા હોવાનું કહેવાઈ રહ્યું છે.