બી-ટાઉનની આ એક્ટ્રેસે દેખાડી દીકરીની ઝલક, કહી આ વાત…
બોલીવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટની દીકરી રાહા કપૂર આજે એક વર્ષની થઈ ગઈ છે અને આલિયાએ આ સ્પેશિયલ ઓકેઝન પર દીકરીની ઝલક દેખાડી છે. આલિયાએ રાહાએ બર્થડે વિશ કરતાં તેની કેટલી ખાસ તસવીરો સોશિયલ મીડિયા ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ તસવીરોમાં આલિયા કેક સાથે રમતી જોવા મળે છે અને એની સાથે આલિયાએ પણ એક સ્પેશિયલ નોટ પણ લખી છે.
આલિયાએ આ ફોટોમાં રાહાનો ફેસ તો નથી દેખાડ્યો પણ એના નાના નાના હાથની ઝલક દેખાઈ રહી છે. ફોટો શેર કરતી વખતે આલિયાએ લખ્યું છે કે અમારો આનંદ, અમારું જીવન… અમારી રોશની… એવું લાગી રહ્યું છે કે ગઈકાલે જ અમે તારા માટે ગીત ગાઈ રહ્યા હતા, જ્યારે તું મારા પેટમાં મને લાત મારી રહી હતી.
આગળ આલિયાએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે કહેવા માટે કશું જ નથી, બસ એટલું જ કહેવું છે કે અમે જીવનમાં તને મેળવીને ખૂબ જ ખુશ છીએ. તું અમને દરેક દિવસને એક સરસમજાના મલાઈદાર, સ્વાદિષ્ટ કેકના ટૂકડા જેવી અનુભૂતિ કરાવે છે. જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા બેબી ટાઈગર… લોટ્સ ઓફ લવ…
તમારી જાણ માટે કે આ ફોટો શેર કરતી વખતે આલિયાએ રણબીર કપૂરે રાહાના આગમનની ખુશખબરી પણ ફેન્સ સાથે શરે કરી હતી. આલિયા અને રણબીરે 14મી એપ્રિલ, 2022ના લગ્ન કર્યા હતા અને હવે બંને જણ એક ક્યૂટ દીકરી રાહાના માતા-પિતા બની ગયા છે અને રાહા આજે એક વર્ષની થઈ ગઈ છે.