Amitabh Bachchan-Jaya Bachchanની કોફી ડેટ્સ પર જતી હતી આ એક્ટ્રેસ, કર્યો ચોંકાવનારો ખુલાસો…
હેડિંગ વાંચીને તમને પણ વિચાર પડ્યોને કે આખરે બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન (Bollywood Megastar Amitabh Bachchan-Jaya Bachchan)ની કોફી ડેટ્સ પર કોઈ ત્રીજાએ શું કામ જવું પડે અને એમાં કોઈ એક્ટ્રેસે તો શું કામ? આ સાથે તમને એ સવાલ પણ પડી રહ્યો હશે કે આખરે કોણ છે આ એક્ટ્રેસ તો ચાલો તમારા સવાલોના જવાબ આપીએ-
આ એક્ટ્રેસ બીજું કોઈ નહીં પણ ફરીદા જલાલ (Bollywood Actress Farida Jalal) છે. હાલમાં જ ફરીદા જલાલે આ બાબતે ખુલાસો કરતાં જણાવ્યું હતું કે અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન જ્યારે રિલેશનશિપમાં હતા ત્યારે હું એમની સાથે કોફી ડેટ્સ પર જતી હતી અને એમની સાથે લોન્ગ ડ્રાઈવ પણ એન્જો કરતી હતી.
આ પણ વાંચો: હેં, Amitabh Bachchanના કેમિયોવાળી 8 કરોડમાં બનેલી ફિલ્મે કર્યું 104 Croreનું Collection?
ફરીદા જલાલે એવું પણ જણાવ્યું હતું કે હું પાલી હિલમાં રહેતી હતી અને અમિતજી જૂહુમાં. એમના લગ્ન થવાના હતા અને બંનેની કોર્ટશિપ ચાલી રહી હતી. બંને વચ્ચે એવા ઝઘડા થતાં હતા કે જેવા અન્ય કપલ વચ્ચે થતાં હોય છે. અમિતજી રાતના સમયે જાતે કાર ડ્રાઈવ કરતા અને જયા એમની બાજુમાં બેસતા હતા અને હું બેકસીટ પર બેસતી હતી. હું એમને કહેતી પણ હતી કે મને શું કરવા કબાબમાં હડ્ડી બનાવીને લઈ જાવ છો તમે લોકો?
અત્રે ઉલ્લેખનીય છે કે ફરીદા જલાલે અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન સાથે અનેક ફિલ્મો પણ કરી છે અને જયા બચ્ચન અને ફરીદા જલાલ બંને સારા મિત્રો છે અને જયા બચ્ચનને તેઓ જિયા કરીને સાથે બોલાવે છે.
વાત કરીએ ફરીદા જલાલ વિશે તો 60ના દાયકામાં તેમણે ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. કભી ખુશી કભી ગમ, કુછ કુછ હોતા હૈ, દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે, મજબૂર, મહલ, પારસ જેવી ફિલ્મો તેમણે આપી છે. છેલ્લે ફરીદા જલાલ સંજય લીલા ભણસાલીની વેબ સિરીઝ હીરામંડીમાં જોવા મળ્યા હતા.