દીકરી સાથે વર્કઆઉટ કરી રહી છે આ અભિનેત્રી | મુંબઈ સમાચાર

દીકરી સાથે વર્કઆઉટ કરી રહી છે આ અભિનેત્રી

માતા-દીકરીનું બોન્ડિંગ જોઇ તમે પણ ખુશ થશો

ટીવી અભિનેત્રી શ્વેતા તિવારી અને તેની પુત્રી પલક તિવારી તેમના અદ્ભુત બોન્ડ માટે હંમેશા ચર્ચામાં રહે છે. બંને ઘણીવાર સાથે સમય વિતાવતા જોવા મળે છે. શ્વેતાનો એક્સ હસબંડ અને પલક તિવારીનો પિતા રાજા ચૌધરી પણ હંમેશા તેની દીકરીના માતા સાથેના બોન્ડિંગને વખાણતો હોય છે. હાલમાં માતા-પુત્રી બંનેનો વર્કઆઉટ કરતા વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં શ્વેતા અને પલક જિમમાં જોઈ શકાય છે. એક તરફ શ્વેતા તિવારી હાર્ડ વર્કઆઉટમાં વ્યસ્ત છે તો બીજી તરફ પલક તિવારી વીડિયો કેપ્ચર કરતી જોવા મળી રહી છે. આ સાથે બંનેની મજેદાર સ્ટાઈલ પણ સ્પષ્ટ જોવા મળે છે. વીડિયો જોઈને લાગે છે કે મા અને દીકરી બંને એકબીજાના વર્કઆઉટ પાર્ટનર છે.

Back to top button