આ 5 પ્લેન ક્રેશની ફિલ્મો તમારા રૂંવાડા ઉડાવી દેશે

અમદાવાદ: ગઈકાલે ગુજરાતના અમદાવાદમાં બનેલી વિમાન દુર્ઘટના દાયકાની સૌથી મોટી ગણવામાં આવી રહી છે. એરપોર્ટ પરથી લંડન જતુ પ્લેન ઉડાન ભરતાની સાથે ગણતરીની મીનિટમાં મેઘાણીનગરના રહેણાંક વિસ્તારમાં પડી ભાગ્યું હતું. આ દુર્ઘટનાએ વિશ્વને સ્તબ્ધ કરી દીધા છે. તમામ મુસાફરોમાંથી એકનું જ માત્ર આબાદ બચાવ થયો છે. આ ઘટનાએ વિમાન દુર્ઘટનાઓની ભયાનકતાને ઉજાગર કરી. જે માત્રને માત્રે હોલીવૂડ કે બોલિવૂડના સિનમાં આપણે જોયું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. આવા ભયાનક દુર્ઘટના પર હોલીવૂડમાં લગભગ 44 ફિલ્મો બનાવવામાં આવી છે. જ્યારે વિશ્વાસ કુમાર રમેશ બચ્ચા અને તેમણે દુર્ઘટના ભયાવહ ક્ષણોનું વર્ણન કર્યું, ત્યારે હોલીવૂડની આ ફિલ્મોના દ્રશ્યો જાણે નજરે આવવા લાગ્યા.
ફાઇનલ ડેસ્ટિનેશન (2000)
વર્ષ 2000માં રિલીઝ થયેલી ફિલ્મ ફાઇનલ ડેસ્ટિનેશનમાં એક રૂવાડા ઊભા કરી દેતી સ્ટોરી છે. આ ફિલ્મમાં, એલેક્સ નામનો કિશોર સ્વપ્ન જુએ છે કે તે જે વિમાનમાં મુસાફરી કરી રહ્યો છે તે ક્રેશ થશે. તે ગભરાઈ જાય છે અને તે વિમાનમાંથી ઉતરી જાય છે. જે બાદ ખરેખર વિમાન ક્રેશ થાય છે. પરંતુ પછી તેના મિત્રો વિચિત્ર અકસ્માતોમાં એક પછી એક મરવા લાગે છે. આ ફિલ્મમાં વિમાન ક્રેશના શક્તિશાળી દ્રશ્યો બતાવવામાં આવ્યા છે.
નોન-સ્ટોપ (2014)
વર્ષ 2014માં રિલીઝ થયેલી ફિલ્મ નોન-સ્ટોપને સૌથી સારી પ્લેન ક્રેશ મુવીમાંની એક ગણવામાં આવે છે. આ ફિલ્મમાં, એક અમેરિકન એર માર્શલને ફ્લાઇટમાં સંદેશ મળે છે કે જો પૈસા મોકલવામાં નહીં આવે, તો દર 20 મિનિટે વિમાનમાં કોઈનું મૃત્યુ થશે. તે ઉડાન ભરેલી ફ્લાઈટમાં ડરી ગયેલા મુસાફરો સાથે આરોપીને પકડવાનો પ્રયાસ કરે છે.
કાસ્ટ અવે (2000)
વર્ષ 2000 માં રિલીઝ થયેલી ફિલ્મ કાસ્ટ અવે, પ્લેન ક્રેશના ભયાવનક દ્રશ્યો દર્શાવે છે જેનાથી રૂવાંડા ઉભા થઈ જાય. આ ફિલ્મમાં, વિમાન દુર્ઘટનાગ્રસ્ત થાય છે, અને તે એક ટાપુ પર એકલો પડી જાય છે, જ્યાં કોઈ નથી. તે ખોરાક વિના, મદદ વિના અને કોઈ આશા વિના ટકી રહેવાનું શીખે છે. તે ટકી રહેવા અને ઘરે પાછા ફરવાનો પ્રયાસ કરવામાં વર્ષો વિતાવે છે. આ ફિલ્મની વાર્તા માત્ર વિમાન દુર્ઘટનાના ભયાનક અકસ્માતને જ નહીં પરંતુ માણસના બચ્યા બાદ તેને બચાવવાના પ્રયાસોના પણ ચિત્રો બતાવે છે.
અલાઇવ 1993
વર્ષ 1993માં રિલીઝ થયેલી ફિલ્મ અલાઇવમાં પણ વિમાન દુર્ઘટનાના કરુણ દ્રશ્યો છે. આ ફિલ્મમાં, રગ્બી ટીમનું વિમાન બરફીલા એન્ડીઝ પર્વતોમાં ક્રેશ થાય છે. ખાદ્ય સામગ્રા વીના ઠંડા પ્રદેશમાં તેઓ અઠવાડિયા સુધી ફસાયેલા રહે છે. તેમાના કેટલાક બચી જાય છે, આ એક સત્ય ઘટના પર આધારિત છે.
ફ્લાઇટ (2012)
2012માં રિલીઝ થયેલી ફિલ્મમાં એક પાઇલટ તૂટેલા વિમાનને ક્રેશ-લેન્ડ કરે છે અને ઘણા લોકોને બચાવે છે. તે હીરો બની જાય છે. પરંતુ પાછળથી ખબર પડે છે કે તે ઉડતી વખતે નશામાં હતો, તે સત્ય છુપાવે છે.
આ પણ વાંચો…અમદાવાદ પ્લેન ક્રેશમાં અભિનેતા વિક્રાંત મેસીના પિતરાઈ ભાઈનું અવસાન, તે વિમાનમાં કો-પાયલટ હતો