અક્ષય કુમાર અને પરેશ રાવલ વચ્ચે મતભેદ મુદ્દે હવે પ્રિયદર્શને આપ્યું મોટું નિવેદન | મુંબઈ સમાચાર
મનોરંજન

અક્ષય કુમાર અને પરેશ રાવલ વચ્ચે મતભેદ મુદ્દે હવે પ્રિયદર્શને આપ્યું મોટું નિવેદન

મુંબઈઃ બોલીવુડની આઈકોનિક કોમેડી ફિલ્મ હેરા ફેરીનો ત્રીજો ભાગની જાહેરાત સાથે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. ફિલ્મમાં જોડાયેલા બે મુખ્ય કલાકાર પરેશ રાવલ અને અક્ષય કુમાર વચ્ચે અણબનાવની અફવાએ દર્શકોને ચિંતામાં મુક્યા હતા. જો કે હવે ફિલ્મના ડિરેક્ટર પ્રિયદર્શને સ્પષ્ટતા કરી છે કે પરેશ રાવલ અને અક્ષય કુમાર વચ્ચે કોઈ મનદુ:ખ નથી.

‘હેરા ફેરી 3’ની જાહેરાત બાદ એવી અફવાઓ ફેલાઈ હતી કે પરેશ રાવલ આ ફિલ્મનો ભાગ નહીં બને. પરેશે પોતે પણ શરૂઆતમાં ફિલ્મમાં કામ નહીં કરવાની વાતની પુષ્ટિ કરી હતી, જેનાથી ચાહકોમાં નિરાશા ફેલાઈ હતી. આ નિર્ણયને કારણે એવું પણ કહેવાયું કે પરેશ અને અક્ષય કુમાર વચ્ચેના સંબંધોમાં તિરાડ પડી છે. જોકે, અફવાઓ બાદ પરેશે ફિલ્મમાં જોડાવવાનું નક્કી કર્યું, અને હવે પ્રિયદર્શનના નિવેદને આ તમામ અફવાઓ પર પૂર્ણવિરામ મૂક્યું છે.

આ પણ વાંચો : ‘હેરા ફેરી 3’ ના ચાહકો માટે નિરાશાજનક સમાચાર: ડિરેક્ટર પ્રિયદર્શને કર્યો મોટો ધડાકો

મીડિયા સાથેની ખાસ વાતચીતમાં પ્રિયદર્શને સ્પષ્ટ કર્યું કે તેના અને પરેશ રાવલ વચ્ચે કોઈ મતભેદ નથી અને અક્ષય કુમાર સાથે પણ પરેશના સંબંધો સારા છે. તેણે જણાવ્યું કે કેટલીક “બહારની શક્તિઓ”એ પરેશ પર દબાણ બનાવ્યું હતું, જેના કારણે તે શરૂઆતમાં ડરી ગયો હતો. પ્રિયદર્શને કહ્યું, “પરેશ એવા વ્યક્તિ છે જે નાની બાબતોને લઈને ચિંતિત થઈ જાય છે, પરંતુ અમારા સંબંધો પર તેની કોઈ અસર નથી પડી.” આ નિવેદને ચાહકોને ખાતરી આપી છે કે ફિલ્મની મૂળ ટીમ ફરીથી એકસાથે જોવા મળશે.

‘હેરા ફેરી’ની લોકપ્રિયતા બબુભાઈ, રાજુ અને શ્યામની ત્રિપુટી પર ટકેલી છે, અને પરેશ રાવલના બાબુભાઈનું પાત્રએ ચાહકોના દિલમાં ખાસ સ્થાન બનાવ્યું છે. જ્યારે પરેશે ફિલ્મ છોડવાની વાત કરી, ત્યારે ચાહકોમાં નિરાશા ફેલાઈ હતી. પરંતુ તેમના પાછા ફરવાના નિર્ણય અને પ્રિયદર્શનના ખુલાસાએ ચાહકોને રાહત આપી છે.

આ પણ વાંચો : પરેશ રાવલે હેરા ફેરી 3 છોડતા અક્ષય કુમારને દુઃખ થયું; પ્રિયદર્શને કર્યા ખુલાસા

‘હેરા ફેરી 3’ની ચર્ચાઓએ ચાહકોનો ઉત્સાહ બમણો કર્યો છે. પ્રિયદર્શનની ડિરેક્શન સ્કિલસ અક્ષય કુમાર, પરેશ રાવલ ઉપરાંત સુનીલ શેટ્ટીની જોરદાર કેમેસ્ટ્રી ફરી એકવાર દર્શકોને હસાવવા તૈયાર છે. પરેશ રાવલના આ ફિલ્મમાં હોવાથી દર્શકોમાં બમણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ચાહકો હવે આ કોમેડીના ડોઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ વિવાદે ફિલ્મની લોકપ્રિયતાને વધુ હવા આપી છે, અને હવે બધાની નજર રિલીઝ ડેટ પર ટકેલી છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button