મનોરંજન

‘તનુ વેડ્સ મનુ’નો ત્રીજો પાર્ટ થયો કન્ફર્મ, પણ કંગના સાથે કોણ હશે હીરો?

અભિનેત્રી કંગના રનૌતની ફિલ્મ ‘તેજસ’ સિનેમાઘરોમાં રિલીઝ થઇ ચુકી છે. ભારતીય વાયુસેનાના પાઇલટ તેજસ ગિલની કાલ્પનિક વાર્તા પર આધારિત આ ફિલ્મમાં કંગનાના કામના વખાણ થઇ રહ્યા છે. ફિલ્મની રિલીઝ પહેલા તેણે એક મૂવી પોર્ટલને આપેલી મુલાકાતમાં પોતાની આગામી ફિલ્મ અંગે વાત કરી હતી.

કંગનાએ આ મુલાકાતમાં જણાવ્યું હતું કે તનુ વેડ્સ મનુ ટૂંક જ સમયમાં ફરી શરૂ થશે. કંગનાને પૂછવામાં આવ્યું હતું કે તે કયા એવા દિગ્દર્શક છે જેમની સાથે ફરીવાર કામ કરવા માંગશે, તેના જવાબમાં તેણે જણાવ્યું હતું કે આનંદ એલ રાય એવા દિગ્દર્શક છે જેમની સાથે કામ કરતી વખતે એવું લાગતું જ નથી કે અમે ફિલ્મ કરી રહ્યા છીએ, એવું લાગે છે જાણે આ કોઇ પિકનિક છે. મારી મોટાભાગની ફિલ્મો ગંભીર રહી છે અને તનુ વેડ્સ મનુ જેવી ફિલ્મો મને સારો બ્રેક આપે છે.

અભિનેત્રીએ તેજસ વિશે વાત કરતા કહ્યું હતું કે, “આ ફિલ્મમાં મારું પાત્ર એક આધુનિક યોદ્ધાનું છે. તે એરફોર્સની પાઈલટ છે જે દેશની રક્ષા કરે છે. આ પહેલા પણ મેં મારી ફિલ્મોમાં સંઘર્ષ કરતી મહિલાઓના પાત્રો ભજવ્યા છે. તેજસ ફિલ્મ વિશે બધું જ અદ્ભુત છે અને મને લાગે છે કે મારો જન્મ જ આ પાત્ર ભજવવા માટે થયો છે.”

આ ઉપરાંત કંગનાએ વિજય સેતુપતિ સાથેની ફિલ્મ અંગે પણ જાહેરાત કરી દીધી હતી. તેણે કહ્યું હતું કે સેતુપતિ સર સાથે એક થ્રીલરનું શૂટિંગ જલ્દી શરૂ થઇ જશે. આ સિવાય ફિલ્મ ‘નટી વિનોદિની’ અને કે તનુ વેડ્સ મનુ-3 પણ જલ્દી શરૂ થશે. જો કે તનુ વેડ્સ મનુ-3માં હીરો સહિતની વધુ માહિતી તેણે આપી ન હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button