હવે સામી છે અંગાર જેવાઃ Shrivalliના સૉંગની ટીઝરે મચાવી આટલી ધૂમ
એક સમયે ફિલ્મો રીલિઝ થતી ત્યારે જ થિયેટરમાં બહાર મોટા પૉસ્ટર લાગતા, પરંતુ આજકાલ કોઈ કલાકાર ફિલ્મ સાઈન કરે ત્યારથી તેનું પ્રમોશન શરૂ થઈ જાય છે. ફિલ્મ રિલિઝ થવાના અમનુક દિવસો પહેલા તેનું ટીઝર ત્યારબાદ તેનું ટ્રેલર અને ત્યારબાદ ફિલ્મો આવે છે, પણ પુષ્પા-2 ફિલ્મે તો ફિલ્મનું નહીં ગીતનું ટીઝર રિલિઝ કર્યું છે અને એ પણ ધૂમ મચાવી રહ્યું છે.
મેકર્સે ટીઝર માટે એક પોસ્ટર લૉંચ કર્યું છે અને હવે રશ્મિકાનો એક વીડિયો રિલિઝ કર્યો છે, જેમાં તે સ્ટ્રીપ્ડ ટીશર્ટમાં ડાન્સના સ્ટેપ્સ કરતી જોવા મળે છે. અંગારે સૉંગ્સમાં હવે તેનો સામી અંગારા જેવો છે, તેવા ગીતના શબ્દો છે.
પુષ્પા-2-ધ રૂલની દર્શકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. પુષ્પા-1માં અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાનાની જોડીને પણ લોકોએ બહુ પસંદ કરી હતી. ફિલ્મના ગીતો પણ ખૂબ જ ફેમસ થયા હતા. રશ્મિકા રાતોરાત નેશનલ ક્રશ બની ગઈ હતી. ફિલ્મ ચંદનના લાકડાની ચોરીની વાર્તા કહે છે.
સાઉથની આ ફિલ્મ બોલીવૂડરસિકોને પણ બહુ ગમી હતી.