પ્રધાન જી vs બનરાકસ: ફુલેરામાં જામશે ચૂંટણીનો જંગ, Panchayat Season-4ની પહેલી ઝલક

મુંબઈ: પ્રાઈમ વિડીયો પરની વેબ સિરીઝ ‘પંચાયત’ ની ત્રણ સિઝન રીલીઝ થઇ ચુકી છે, આ વેબ સિરીઝના પાત્રો ખુબ લોકપ્રિય બન્યા છે. વેબ સિરીઝના સંવાદો પણ લોકોની જીભે ચડી ગયા છે. ચાહકો પંચાયતની ચોથી સીઝન(Panchayat Season-4)ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. એવામાં ટૂંક સમયમાં લોકોની રાહનો અંત આવવાનો છે. ગઈ કાલે શનિવારે વેબ સિરીઝની ચોથી સીઝનનું ટીઝર લોન્ચ કરવામાં આવ્યું હતું..
મુંબઈમાં ચાલી રહેલા વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ટરટેઈનમેન્ટ સમિટ (WAVES) માં પંચાયત સીઝન-4નું ટીઝર લોન્ચ કરવામાં આવ્યું હતું, ટીઝર જોઈને દર્શકોનો ઉત્સાહ વધી ગયો છે. પ્રાઇમ વીડિયો તેના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર સીઝન-4નું ટીઝર શેર કર્યું છે.
પંચાયતની નવી સિઝન ખુબ જ રોમાંચક રહેવાની છે કેમ કે આ સિઝનમાં ફુલેરા ગામમાં ચૂંટણી યોજાવાની છે, જેમાં પ્રધાનજી અને ભૂષણ આમને સામને હશે. જોકે, કોણ જીતશે અને હારશે એ સિરીઝ રિલીઝ થયા પછી જ ખબર પડશે. નવી સિઝન 2જી જુલાઈના રોજ સ્ટ્રીમ થવાની છે.
WAVESમાં ‘ધ મેકિંગ ઓફ પંચાયત- ગ્રાસરૂટ્સ સ્ટોરીટેલિંગ’ વિષય પર એક પેનલ ડિસ્કશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન આ સિરીઝ બનવવા પાછળની પ્રોસેસની ઝલક બતાવવામાં આવી હતી. અ ઇવેન્ટમાં સિરીઝના મુખ્ય કલાકારો જીતેન્દ્ર કુમાર, રઘુબીર યાદવ અને સુનિતા રાજવાર, દિગ્દર્શક દીપક કુમાર મિશ્રા અને લેખક ચંદન કુમાર હાજર રહ્યા હતા.
કલાકરો એ જ લોકપ્રિય પાત્રમાં જોવા મળશે:
આ નવી સીઝનમાં એ જ જૂની કાસ્ટ ફરી એકવાર કમબેક કરી રહી છે, જેમાં જીતેન્દ્ર કુમાર, નીના ગુપ્તા, રઘુબીર યાદવ, ફૈઝલ મલિક, ચંદન રોય, સાન્વિકા, દુર્ગેશ કુમાર, સુનિતા રાજવાર અને પંકજ ઝા જોવા મળશે.
આ પણ વાંચો….દહેજ સહિત સમાજિક મુદ્દાઓ પર વાત કરતી દુપહિયા સિરિઝ ઓટીટી પર છવાઈ ગઈ