મનોરંજન

‘બિકિની ક્વીન’ની બહેને એવો ડાન્સ કર્યો કે લોકો દંગ રહી ગયા

મુંબઈ: હોટ લૂક અને બિકિની ક્વીન તરીકે ઓળખાતી દિશા પટણીનું નામ સૌથી મોખરે હોય છે. દિશાએ પોતાના બોલ્ડ ફોટોશૂટ અને ડાન્સના મૂવ્સથી લોકોને દિવાના બનાવ્યા છે, પણ તમને ખબર છે કે દિશા પટણીની બહેન લૂક અને બોલ્ડનેસમાં દિશાને પણ પાછળ છોડે છે. સોશિયલ મીડિયા પર દિશા પટણીની બહેન ખુશ્બુ પટણીનો એક વીડિયો જોરદાર વાઇરલ થઈ રહ્યો છે, જેમાં તે ડાન્સ કરતી જોવા મળી રહી છે.

દિશા પટણીની બહેન ખુશ્બુ પટણી પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર અનેક વખત તેના વર્ક-આઉટ અને ડાન્સના વીડિયો શેર કરતી હોય છે. દિશા ભલે બૉલીવૂડની સૌથી સુંદર અભિનેત્રીમાંથી એક હોય પણ તેની બહેન ખુશ્બુ પટણી પણ તેને ટક્કર આપી રહી છે, એવું જણાઈ રહ્યું છે.

આપણ વાંચો: બિકિની ક્વીનની બીચ પર જોઈ લો ધમાલ, ઈન્ટરનેટ પર લગાવી આગ

ખુશ્બુએ શેર કરેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે તે એક પંજાબી ગીત પર બૉલીવૂડની એક અભિનેત્રીની જેમ ડાન્સ કરી રહી છે. આ વીડિયોમાં તેણે લોન્ગ ગ્રીન ટી-શર્ટની સાથે બ્લેક સાઈકલિંગ શોર્ટ પહેર્યું છે, જેમાં તે ખૂબ જ સુંદર જોવા મળે છે.
આ વીડિયો પોસ્ટ કરવાની સાથે ખુશ્બુએ જો તમને જિમ જવું, રનિંગ કે કોઈ રમત રમવી પસંદ ન હોય તો ડાન્સ વર્ક આઉટ સૌથી બેસ્ટ છે.

મારા પર વિશ્વાસ રાખો, આ માત્ર તમારા શરીરને જ નહીં પણ તમારી આત્મા પર પણ અસર થાય છે. 15-20 મિનિટ ડાન્સ કરવાથી તમારી 100 કરતાં વધારે કેલેરી બર્ન થાય છે. ડાન્સ એ મજા અને કસરતનું મિશ્રણ છે, ચીયર્સ, એવું કેપ્શન આપ્યું હતું.

દિશા પટણીની બહેન એટલે તમને લાગતું હશે કે તે પણ બૉલીવૂડથી જોડાયેલી હશે, પણ એવું નથી ખુશ્બુ પટણી તો ભારતીય સેનામાં લેફટનન્ટ તરીકે જોડાઈ હતી અને હવે તે મેજર બની જતાં દેશની સેવા કરી રહી છે. આ સાથે જ દિશા અને ખુશબૂ એકબીજાને પોતાના પાક્કા દોસ્ત માને છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button