દિલજીત દોસાંઝે 'બોર્ડર 2'ના સેટ પરથી વીડિયો શેર કરી આપી મોટી અપડેટ, જાણો ક્યારે રિલીઝ થશે ફિલ્મ | મુંબઈ સમાચાર
મનોરંજન

દિલજીત દોસાંઝે ‘બોર્ડર 2’ના સેટ પરથી વીડિયો શેર કરી આપી મોટી અપડેટ, જાણો ક્યારે રિલીઝ થશે ફિલ્મ

મુંબઈ: લોંગેવાલા ચેકપોસ્ટ પર ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધને દર્શાવતી ‘બોર્ડર’ ફિલ્મ સમગ્ર દેશવાસીઓમાં લોકપ્રિય છે. ત્યારે હવે આ ફિલ્મના નિર્માતાઓ ‘બોર્ડર 2’ ફિલ્મ પણ બનાવી રહ્યા છે. આ ફિલ્મને લઈને એક અભિનેતાએ મોટી અપડેટ આપી છે.

દિલજીત દોસાંઝે આપી મોટી અપડેટ

‘બોર્ડર 2’ ફિલ્મમાં દિલજીત દોસાંઝે, વરુણ ધવન અને અહાન શેટ્ટી સહિતના અભિનેતાઓએ કામ કર્યું છે. અભિનેતા દિલજીત દોસાંઝે આ ફિલ્મને લઈને સોશિયલ મીડિયા પર મોટી અપડેટ આપી છે. દિલજીત દોસાંઝે પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયો ‘બોર્ડર 2’ ફિલ્મના સેટનો છે. જેમાં તે વરુણ ધવન અને અહાન શેટ્ટીને લાડુ ખવડાવીને ગળે લગાવી રહ્યો છે. સાથોસાથ તે સેટ પર હાજર ક્રૂ મેમ્બરનો પણ આભાર વ્યક્ત કરી રહ્યો છે. બેક ગ્રાઉન્ડમાં ‘સંદેશે આતે હે’ ગીત વાગી રહ્યું છે.

વીડિયોના કેપ્શનમાં દિલજીત દોસાંઝેએ લખ્યું છે કે, બોર્ડર 2 નું શૂટિંગ પૂરૂ થયું. ફિલ્મમાં શહીદ નિર્મલ જીત સિંહ સેખોનની ભૂમિકા ભજવવાની તક મળી.

દિલજીતની પોસ્ટમાં કોમેન્ટ કરતા વરુણ ધવને લખ્યું કે,”પાજી, એક શોટ બાકી છે, અનુરાગ બોલાવી રહ્યો છે.” અહાન શેટ્ટીએ પણ દિલજીત દોસાંઝેનો વીડિયો શેર કર્યો છે અને કેપ્શનમાં લખ્યું કે, ખૂબ ખૂબ આભાર, દિલજીત પાજી.તમારી હૂંફ, નમ્રતા અને ઉર્જાએ સેટ પરની વાઈબ્સને સંપૂર્ણપણે બદલી નાખી. હું ઈમાનદારીથી તમારી ખુશીઓ માટે પ્રાર્થના કરૂં છું. ભગવાન તમને હંમેશા ખુશ રાખે.”

ઉલ્લેખનીય છે કે, ‘બોર્ડર 2’ ફિલ્મમાં સન્ની દેઓલ પણ જોવા મળશે. આ ફિલ્મ 23 જાન્યુઆરી 2026ના રોજ થિયેટરમાં રિલીઝ થશે. દેશભક્તિવાળી ફિલ્મના ચાહકો ‘બોર્ડર 2’ ફિલ્મની આતૂરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે.

આ પણ વાંચો…સની દેઓલની ‘બોર્ડર-2’ની રિલીઝ ડેટ જાહેર

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button