ઈમોશન્સથી ભરપૂર ‘ધડક 2’નું પોસ્ટર રિલીઝ, જાણો સિદ્ધાંત ચતુર્વેદી-તૃપ્તિ ડિમરીની ફિલ્મનું ટ્રેલર ક્યારે આવશે

મુંબઈ: બોલિવૂડના ચાર્મિંગ અભિનેતા સિદ્ધાંત ચતુર્વેદી અને નેશનલ ક્રશ તૃપ્તિ ડિમરીની આગામી રોમેન્ટિક ડ્રામા ફિલ્મ ‘ધડક 2’નું નવું પોસ્ટર સામે આવ્યું છે. આ પોસ્ટરે ચાહકોમાં ભારે ઉત્સાહ જગાવ્યો છે. આ ફિલ્મ નિર્દેશન શાઝિયા ઇકબાલે કર્યુ છે. 1 ઓગસ્ટ 2025ના રોજ રિલીઝ થનારી આ ફિલ્મના નવા પોસ્ટરે અને ફિલ્મના મ્યુઝિકના હિન્ટે દર્શકોની આતુરતા વધારી છે.
ધડક 2એ હિટ મરાઠી ફિલ્મ સૈરાટની હિન્દી રીમેક ધડકનું સિક્વલ છે. જે 2018માં રિલીઝ થઈ હતી. જાહ્નવી કપૂર અને ઇશાન ખટ્ટરે ધડક મુવીથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યુ હતું. જે બાદ બોલિવૂડ સ્ટારની લિસ્ટમાં તેમનું નામ સામેલ થાય છે.

‘ધડક 2’નું નવું પોસ્ટર સિદ્ધાંત ચતુર્વેદી અને તૃપ્તિ ડિમરીની જોડીની શાનદાર કેમેસ્ટ્રી દર્શાવે છે. આ પોસ્ટરમાં સિદ્ધાંતની આંખોમાં જુસ્સો અને સંવેદનશીલતા જોવા મળે છે, જ્યારે બીજી બાજુ તૃપ્તિ શાંત દેખાઈ રહી છે. પોસ્ટર પરથી અનુમાન લગાડી શકાય છે કે, આ ફિલ્મ ભાવનાત્મક પ્રેમકથા પર આધારિત છે. ઉલ્લેખનીય છે કે, ફિલ્મનું ટ્રેલર 11 જુલાઈ, શુક્રવારે રિલીઝ થશે, જેના પર હવે ચાહકોની નજર ટકી રહી છે.
સિદ્ધાંત ચતુર્વેદીએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં ફિલ્મના સંગીતને લઈને એક હિન્ટ પોસ્ટ કરી છે. જેને ફિલ્મની ઉત્સુકતાને બમણી કરી છે. તેણે શૈલેન્દ્રની કવિતા, ભગતસિંહના શેર, કિશોર કુમારના અવાજ, થોમસ જેફરસનના શબ્દો અને બુડાપેસ્ટમાં ઓર્કેસ્ટ્રેશનનો ઉલ્લેખ કર્યો. આ હિન્ટ ફિલ્મના સંગીતને ભાવનાત્મક અને અનોખું બનાવે છે, જે દર્શકોના હૃદયને સ્પર્શે તેવી શક્યતા છે.
‘ધડક 2’ માત્ર પ્રેમકથા નથી, પરંતુ તે પહેલ, શક્તિ અને પ્રેમની કિંમત જેવા ગહન વિષયોને સ્પર્શે છે. સિદ્ધાંતની દમદાર સ્ક્રીન પ્રેઝન્સ અને તૃપ્તિના આકર્ષક અભિનયથી આ ફિલ્મ 2025ની સૌથી મોટી રોમેન્ટિક ડ્રામા બનવાની સંભાવના છે. શાઝિયા ઇકબાલના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ 1 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થશે.
આ પણ વાંચો…‘ઉદયપુર ફાઇલ્સ’ ફિલ્મના વિવાદ મુદ્દે સમાજવાદી પાર્ટીએ પ્રતિબંધ મૂકવાની માગણી કરી…