અમર ઉપાધ્યાયના દીકરાનો પિતા માટેનો અનોખો પ્રેમ: 'દીકરા કરતાં બાપ વધુ એટ્રેક્ટિવ!' | મુંબઈ સમાચાર

અમર ઉપાધ્યાયના દીકરાનો પિતા માટેનો અનોખો પ્રેમ: ‘દીકરા કરતાં બાપ વધુ એટ્રેક્ટિવ!’

મુંબઈ: ‘ક્યોંકી સાસ ભી કભી બહુ થી’ના લોકપ્રિય અભિનેતા અમર ઉપાધ્યાયનો દીકરો આર્યમન તેના પિતાના પગલે ફિલ્મી દુનિયામાં પ્રવેશવા માટે તૈયારી કરી રહ્યો છે. હજુ તે કેમેરાની સામે નથી આવ્યો, પરંતુ પડદા પાછળ તે ખૂબ મહેનત કરી રહ્યો છે.

હંસલ મહેતાના આગામી પ્રોજેક્ટ ‘ગાંધી’માં તે આસિસ્ટન્ટ તરીકે કામ કરી રહ્યો છે, જેની ચર્ચા સોશિયલ મીડિયા પર થઈ રહી છે. આ વચ્ચે બાપ દીકરા વચ્ચે પ્રેમે અમરના ચાહકોનું ધ્યાન ખેચ્યું છે.

આર્યમન હંસલ મહેતાના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ‘ગાંધી’માં આસિસ્ટન્ટ તરીકે કામ કરી રહ્યો છે, જ્યાં તે ફિલ્મ મેકિંગને નજીકથી શીખી રહ્યો છે. તેને મીડિયા સાથે અનુભવ શેર કરતા સમયે હંસલ મહેતાને જાદુગર ગણાવ્યા હતા. આ સાથે તેને જણાવ્યું કે હંસલ મહેતાએ મારા માટે સર્જનાત્મક દુનિયાના નવા દરવાજા ખોલ્યા છે.

આપણ વાંચો: સ્મૃતિ ઈરાની અને મિહિરનું 25 વર્ષ પછી રી-યુનિયન: ‘તું બુઢ્ઢો ક્યારે થઈશ?!’

તાજેતરમાં આર્યમને 1 ઓગસ્ટે પોતાના પિતાના જન્મદિવસ પર એક ભાવનાત્મક પોસ્ટ લખી હતી, જેમાં તેણે અમરને પોતાનો માર્ગદર્શક અને પ્રેરણાસ્ત્રોત ગણાવ્યા. તેણે વચન આપ્યું કે એક દિવસ તે એવું કંઈક કરશે જેનાથી તેના પિતાને ગર્વ થાય.

આર્યમન અને અમર વચ્ચેનો સંબંધ માત્ર પિતા-પુત્રનો નથી, પરંતુ બેસ્ટ ફ્રેન્ડનો અને પરસ્પર સન્માનનો પણ છે. સોશિયલ મીડિયા પર બંને ઘણીવાર એકસાથે વર્કઆઉટ કરતા જોવા મળે છે, જે તેમની ફિટનેસ પ્રત્યેની સમાન લગન દર્શાવે છે.

અમરના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આર્યમન સાથેની જૂની તસવીરો જોવા મળે છે, જેમાં તે પોતાના દીકરાને ખોળામાં લઈને દેખાય છે. આ બધું બંને વચ્ચેના મજબૂત ભાવનાત્મક જોડાણને દર્શાવે છે.

આપણ વાંચો: પહેચાન કૌનઃ તુલસી વહુના પતિ અને અમિતાભના દીકરાને ઓળખવો મુશ્કેલ

ઉલ્લેખનીય છે કે, આર્યમન હજુ પડદા પર નથી આવ્યો, પરંતુ તે ફિલ્મ નિર્માણની દુનિયામાં પોતાની ઓળખ બનાવવા માટે સતત મહેનત કરી રહ્યો છે. હંસલ મહેતા જેવા દિગ્ગજ નિર્દેશક સાથે કામ કરવાથી તેને ફિલ્મ મેકિંગની શીખવા મળી રહ્યું છે.

આર્યમનની તસવીરો જોઈને ચાહકો કહે છે કે તે દેખાવમાં પોતાના પિતા જેવો જ છે, જોકે કેટલાક ચાહકોનું માનવું છે કે અમર આજે પણ પોતાના દીકરા કરતા વધુ એટ્રેક્ટિવ લાગે છે.

અમર ઉપાધ્યાય હાલ ક્યુકી સાસ ભી બહુથી 2માં મિહિર વિરાણીના રોલમાં જોવા મળી રહ્યો છે. આર્યમન પોતાના પિતાની આ વિરાસતને આગળ વધારવા માટે પોતાની રીતે તૈયારી કરી રહ્યો છે.

તેની નમ્રતા, અનુશાસન અને જુનૂન તેને એન્ટરટેઈનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં એક અલગ ઓળખ આપવામાં મદદ કરી શકે છે. આર્યમનનું સપનું છે કે તે પોતાની મહેનતથી ફિલ્મી દુનિયામાં પોતાનું નામ રોશન કરે અને પિતાને ગર્વ અનુભવે છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button