બિગ બોસનો ફિનાલે એપિસોડ પહેલીવાર 6 કલાકનો હશે, રોહિત શેટ્ટી કરશે આ ખાસ કામ
બિગબોસ-17ના ફિનાલેને હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે શોને લઇને એક મોટું અપડેટ સામે આવ્યું છે. ‘બિગ બોસ’નો ગ્રાન્ડ ફિનાલે 28 જાન્યુઆરીએ છે. સામાન્ય રીતે ગ્રાન્ડ ફિનાલે 1 કલાક અથવા વધુમાં વધુ 2 કલાકનો હોય, જો કે આ વખતે ગ્રાન્ડ ફિનાલે અધધધ…6 કલાકનો હશે. સાંજે 6 વાગે શરૂ થશે અને રાત્રે 12 વાગે ફિનાલે પૂરો થશે.
આ ફિનાલે એપિસોડમાં રોહિત શેટ્ટી પણ જોવા મળશે. તે ફિનાલેમાં પહોંચેલા ટોપ-5 સ્પર્ધકોનો ટેસ્ટ લેશે. મીડિયા અહેવાલોનું કહેવું છે કે સ્પર્ધકોની તાકાત જોયા બાદ રોહિત તેમાંથી અમુક લોકોને ‘ખતરો કે ખિલાડી’ માટે પસંદ કરશે.
ફિનાલેમાં માત્ર 4 જ દિવસ બાકી છે. જે ટોપ-5 સ્પર્ધકો ફિનાલેમાં પહોંચ્યા છે તે છે મુનાવર ફારૂકી, મન્નારા ચોપરા, અભિષેક કુમાર, અંકિતા લોખંડે અને અરૂણ માશેટ્ટી. નિર્માતાઓએ બિગ બોસનો પ્રોમો રિલીઝ કર્યો છે. ભારતી સિંહ, હર્ષ લિમ્બાચિયા અને ઈન્ટરનેટ સેન્સેશન ઓરી પ્રોમોમાં સમય જણાવતા જોવા મળે છે.
બિગ બોસ વિજેતાને કેટલી ઈનામી રકમ મળશે? ટેલી ટક્કરના અહેવાલ મુજબ, શોના વિજેતાને 30 લાખથી 40 લાખ રૂપિયા સુધીની ઈનામી રકમ મળશે. પરંતુ હજુ સુધી આ વાતની પુષ્ટિ થઈ નથી. નિર્માતા અંતિમ દિવસે જ ઈનામની રકમ જાહેર કરશે.