ફિલ્મ ઈન્ડસ્ટ્રીએ વધુ એક પીઢ અભિનેતાને ગુમાવ્યા, ઈન્ડસ્ટ્રી આઘાતમાં

મેરઠ/મુંબઈઃ જાણીતા અભિનેતા બ્રિજેશ ત્રિપાઠીનું હાર્ટ એટેકને કારણે અવસાન થવાથી ભોજપુરી ઈન્ડસ્ટ્રીને આંચકો લાગ્યો હતો. ત્રિપાઠીએ ભોજપુરી ફિલ્મોની સાથે હિન્દી ફિલ્મોમાં અમિતાભ બચ્ચનથી લઈને શાહરુખ ખાન સાથે પણ કામ કર્યું હતું.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર બ્રિજેશ ત્રિપાઠીને ડેન્ગ્યૂ થયો હતો. બીમાર થયા પછી તેમને મેરઠની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં એક અઠવાડિયાથી વધુ સમય માટે હોસ્પિટલમાં રાખવામાં આવ્યા હતા. રવિવારની રાતે તેમની તબિયત વધુ લથડવાને કારણે મુંબઈ લાવ્યા ત્યારે હાર્ટ એટેકેને કારણે તેમનું અવસાન થયું હતું.
72 વર્ષના બ્રિજેશ ત્રિપાઠીને ફિલ્મ ઈન્ડ્સ્ટ્રીના ભિષ્મ પિતામહ તરીકે ઓળખવામાં આવતા હતા. બ્રિજેશ ત્રિપાઠીના નિધનને કારણે ભોજપુરી ઈન્ડ્સ્ટ્રીના કલાકારોને આઘાત લાગ્યો હતો. છેલ્લા 46 વર્ષથી ફિલ્મ ઉદ્યોગમાં કામ કર્યું હતું. 1979માં ફિલ્મ સૈંયા તોહારે કારનથી ડેબ્યૂ કર્યું હતું. ઓમ અને ઘરવાલી બહારવાલી વગેરે ફિલ્મોથી ત્રિપાઠીએ ઈન્ડસ્ટ્રીમાં આગવી ઓળખ મેળવી હતી.
તેમની પહેલી ફિલ્મ ટેક્સી ચોર 1980માં આવી હતી. ભોજપુરી ફિલ્મોમાં કામ કર્યા પહેલા તેમને બોલીવૂડમાં કામ કર્યું હતું. બ્રિજેશ ત્રિપાઠીએ હિન્દી અને ભોજપુરીની અનેક ફિલ્મોમાં દિગ્ગજ અભિનેતાઓ સાથે કામ કર્યું હતું. બોલીવૂડના શહેનાશાહ અમિતાભ બચ્ચન, ધર્મેન્દ્ર, વિનોદ ખન્ના, અજય દેવગન, શાહરુખ ખાન, સલમાન ખાન અને રજનીકાંત સાથે મળીને 250થી વધુ ફિલ્મમાં કામ કર્યું હતું.
તેમના નિધન અંગે ઈન્ડસ્ટ્રીના જાણીતા અભિનેતા રવિ કિશને દુખ વ્યક્ત કર્યું હતું. વરિષ્ઠ અભિનેતાએ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ કલાકાર મનોજ તિવારી, રવિ કિશન, દિનેશ લાલ યાદવ, પવન સિંહ સહિત ખેસારી લાલ યાદવ સહિત અન્ય અનેક લોકો સાથે કામ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે આ અગાઉ બોલીવૂડના જાણીતા કોમેડિયન અભિનેતા જુનિયર મહેમૂદનું કેન્સરને કારણે અવસાન થયું હતું.