Don-3માં થશે આ Star Kidની એન્ટ્રી? અફવાઓનું બજાર એકદમ ગરમાગરમ…
છેલ્લાં કેટલાક સમયની વાત કરીએ તો ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સ્ટાર કિડ્સનો એક નવો ફાલ ઉતર્યો છે અને એમાંથી કેટલાક સ્ટાર કિડ્સ પોતાના પેરેન્ટ્સની જેમ ઈન્ડસ્ટ્રીમાં પગ જમાવીને બેસી ગયા છે તો વળી કેટલાક સ્ટાર કિડ્સ હાંસિયામાં ધકેલાઈ ગયા છે. આવા જ એક સ્ટાર કિડ્સ વિશે આપણે અહીં વાત કરવા જઈ રહ્યા છીએ નામે સારા અલી ખાન…
સારા અલી ખાને ખૂબ જ ઓછા સમયમાં ઈન્ડસ્ટ્રીમાં પોતાના નામનો સિક્કો ચલાવી દીધો છે અને અત્યાર સુધીમાં તે અનેક મોટા બજેટની ફિલ્મો કરીને દર્શકોના દિલ પર પોતાની એક અલગ જ છાપ છોડવામાં સફળ પણ રહી છે. હવે સારા અલી ખાનને લઈને ઈન્ડસ્ટ્રીમાં એવી ચર્ચા ચાલી રહી છે કે કદાચ જે ડોન-થ્રીમાં એક્ટિંગ કરતી જોવા મળશે અને આ ચર્ચાની શરૂઆત થઈ એનું કારણ એવું છે કે સારા હાલમાં જ ફરહાન અખ્તરની ઓફિસની બહાર જોવા મળી હતી.
સોશિયલ મીડિયા પર સારાના ફોટો વાઈરલ થઈ રહ્યા છે અને એની સાથે સાથે જ જોરશોરથી એવી ચર્ચા પણ ચાલી રહી છે કે આ ટેલેન્ટેડ એક્ટ્રેસ ટૂંક સમયમાં જ ફિલ્મ ડોન-થ્રીમાં જોવા મળશે. જોકે, આ અગાઉ અનેક રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે કિયારા અડવાણી આ ફિલ્મમાં એક્ટિંગ કરતી જોવા મળી શકે છે.
આ સિવાય આ ફિલ્મને લઈને એવી વાતો પણ સાંભળવા મળી હતી કે આ ફિલ્મમાં શાહરૂખ ખાનને બદલે રણવીર સિંહ જોવા મળશે અને હવે સારા અલી ખાનનું નામ પણ આ ફિલ્મ સાથે જોડવામાં આવી રહ્યું છે. એવું કહેવાઈ રહ્યું છે કે સારા અલી ખાન પ્રિયંકા ચોપ્રાને રિપ્લેસ કરી શકે છે.
જોકે, આ મામલે ફરહાન અખ્તર, સારા અલી ખાન કે રણવીર સિંહ દ્વારા કોઈ પણ ઓફિશિયલ એનાઉન્ટમેન્ટ કરવામાં આવી નથી. પરંતુ ફેન્સ ચોક્કસ જ આ યુનિક કોમ્બિનેશન જોવા માટે ઉત્સુક હશે…