‘દેશી ગર્લ’ એરપોર્ટ પર જોવા મળી કેઝ્યુઅલ અંદાજમાં

મુંબઈઃ બોલીવુડની જાણીતી અભિનેત્રી અને વિદેશમાં પતિ અભિનેતા સાથે સ્થાયી થયેલી પ્રિયંકા ચોપરા (પીસી)એ બોલીવુડમાં પોતાનું આગવું સ્થાન જમાવ્યું છે, જે તાજેતરમાં અમેરિકાથી ભારત આવી ત્યારે એરપોર્ટ એકદમ કેઝ્યુઅલ અંદાજમાં જોવા મળી હતી.
એરપોર્ટ પર એકદમ બોલ્ડ અંદાજમાં પ્રિયંકા જોવા મળતા તેના ચાહકોમાં ઉત્સાહ આવી ગયો હતો, જ્યારે અમુક લોકોએ રીતસરની સેલ્ફી લીધી હતી. ‘દેશી ગર્લ’ તરીકે જાણીતી પ્રિયંકાના આઉટફીટની વાત કરીએ તો તે બ્લેક બ્રા વિથ બ્લેક શ્રગ અને ગ્રે પેન્ટમાં સજ્જ હતી. એરપોર્ટ પર પીસી બોલ્ડ અંદાજમાં જોવા મળતા ચાહકો પણ દંગ રહી ગયા હતા.

બોલીવૂડથી લઈને હોલીવૂડ સુધી પોતાની એક્ટિંગ અને બોલ્ડ અંદાજને લઈને હંમેશાં પ્રિયંકા ચર્ચામાં રહી છે, જ્યારે આજે એરપોર્ટ જોવા મળતા ફોટોગ્રાફરોએ પણ તેના ગ્લેમરસ અંદાજને કેમેરામાં કિલક કરી લીધા હતા. બ્લેક શ્રગમાં જોવા મળેલી પ્રિયંકાએ લોકોને નમસ્તે કરીને અભિવાદન કરતા લોકોનું દિલ જીતી લીધું હતું.

ખુલ્લા વાળ, મિડલ ફિંગરમાં રિંગ અને ગળામાં નેકલેસ સાથે સજ્જ પીસીએ સ્મોકી એન્ડ ન્યૂડ મેક અપ કર્યો હતો. કહેવાય છે કે પીસી મુંબઈમાં જીયો મિયામી ફિલ્મ ફેસ્ટિવલ 2023 માટે આવી છે. સિટાડેલ ફિલ્મની અભિનેત્રી સ્લીવલેસ બ્લેક ક્રોપ ટોપમાં બ્લેક શ્રગની સાથે ગ્રે પેન્ટમાં જોવા મળી હતી.

અમેરિકાથી મુંબઈ આવવા નીકળી ત્યારે પણ પીસીએ ઈન્સ્ટાગ્રામ પર તેના ચાહકોને લખ્યું હતું કે તે શોર્ટ ટાઈમ માટે મુંબઈ આવી રહી છે, જેમાં પાસપોર્ટ અને ફ્લાઈટની ટિકિટ પણ શેર કરી હતી. બોલીવુડની અનેક જાણીતી ફિલ્મ ફેશન, મુજસે શાદી કરોગીથી લઈને અનેક ફિલ્મોમાં તેના કામની પ્રશંસા થઈ છે, જ્યારે વેન્ટિલેટર 2016માં આવી હતી.

છેલ્લે બહેન પરિણીતી ચોપરાના લગ્નમાં અગંત કારણોસર પ્રિયંકા હાજર રહી નહોતી, જ્યારે તેને સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ મારફત તેને શુભેચ્છા પણ આપી હતી. તમારી જાણ ખાતર જે ઈવેન્ટ માટે પીસી મુંબઈ પહોંચી છે એ પાંચ નવેમ્બર સુધી ચાલશે.