મનોરંજન

લગ્નેત્તર સંબંધોને કારણે આ અભિનેત્રીઓનું કરિયર બરબાદ થઈ ગયું

બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ બહારથી જેટલી ઉજળી દેખાય છે એટલી હકીકતમાં છે નહીં. ગ્લેમર , ઝાકઝમાળ વચ્ચે તેની કાળી બાજુ ઉજાગર નથી થતી, પણ હકીકતમાં આખી ઇન્ડસ્ટ્રીઝ બદીથી ખદબદી રહી છે. અહીં કરિયર બનાવવા માટે લોઢાના ચણા ચાવવા પડે છે, અનેક બાંધછોડ કરવી પડે છે.

ગમે એટલા બલિદાનો આપ્યા બાદ પણ લોકોને અહીં સફળતા નથી મળતી અને લોકો અંધકારની ગર્તામાં ધકેલાઇ જાય છે. બોલિવૂડમાં ઘણા એવા કલાકારો છે જે લગ્ન પછી લગ્નેતર સંબંધો રાખવા માટે ચર્ચામાં રહ્યા છે. તો ચાલો આજે અમે તમને એવી અભિનેત્રીઓ વિશે જણાવીએ જેનું કરિયર લગ્નેતર સંબંધોના કારણે બરબાદ થઈ ગયું હતું.

પૂનમ ધિલ્લોન

પૂનમ ધિલ્લોન બોલિવૂડની ખૂબ જ સુંદર હિરોઈન રહી છે. પૂનમે શશી કપૂર, અમિતાભ બચ્ચન અને રાખી જેવા મોટા સ્ટાર્સ સાથે મહત્વની ભૂમિકાઓ ભજવી છે. પૂનમ ધિલ્લોન તેના લગ્નેતર સંબંધોને લઈને પણ ઘણી ચર્ચામાં રહી છે. પૂનમ ધિલ્લોને 1988માં અશોક ઠાકરિયા સાથે લગ્ન કર્યા હતા, પરંતુ લગ્નના થોડા વર્ષો પછી બંને વચ્ચે તણાવ વધી ગયો. પૂનમ ધિલ્લોને તેના પતિ સામે બદલો લેવા માટે લગ્નેતર સંબંધ પણ રાખ્યો હતો. આ અંગે તે સમયે ઘણી ચર્ચા થઇ હતી. આ પછી પૂનમે તેના પતિને છૂટાછેડા આપી દીધા હતા.

મલાઈકા અરોરા

બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા તેના કરિયર માટે કમ અને તેના અંગત જીવન માટે વધુ ચર્ચામાં રહે છે. મલાઈકા અરોરાએ 1998માં અરબાઝ ખાન સાથે લગ્ન કર્યા હતા, પરંતુ તેમના લગ્ન થોડા વર્ષો પછી તૂટી ગયા હતા. મલાઈકા પર લગ્નેતર સંબંધોનો પણ આરોપ છે. એવું પણ કહેવાય છે કે મલાઈકા અરોરાના લગ્ન દરમિયાન પણ અન્ય લોકો સાથે સંબંધો હતા.

નિશા રાવલ

ટીવી એક્ટ્રેસ નિશા રાવલ ટીવી જગતની મોટી સ્ટાર છે. ઘણી સિરિયલોમાં અભિનયનું કૌશલ્ય દેખાડનાર અભિનેત્રી નિશા રાવલના પતિએ તેના પર લગ્નેતર સંબંધોનો આરોપ લગાવ્યો હતો. નિશા રાવલે 2012 માં અભિનેતા કરણ મહેરા સાથે લગ્ન કર્યા હતા, પરંતુ લગ્નના થોડા વર્ષો પછી, નિશાના પતિ કરણ મહેરાએ તેના રાખી ભાઈ રોહિત સાથે અફેર હોવાનો આરોપ લગાવ્યો હતો. જોકે, નિશા અને કરણે બાદમાં છૂટાછેડા લઈ લીધા હતા. છૂટાછેડા પછી, નિશા રાવલનું સ્થિર પારિવારિક જીવન બરબાદ થઈ ગયું.

કામ્યા પંજાબી

ટીવીના પડદાની સ્ટાર કામ્યા પંજાબી પણ તેના સંબંધોને લઈને અવારનવાર ચર્ચામાં રહે છે. કામ્યા પંજાબીએ બંટી નેગી સાથે લગ્ન કર્યા હતા, પરંતુ લગ્ન સમયે કામ્યા પર લગ્નેતર સંબંધોનો આરોપ લાગ્યો હતો. એવું કહેવામાં આવ્યું હતું કે કામ્યા પંજાબીના બિગ બોસ 10ના વિજેતા મનવીર સાથે પણ સંબંધ હતા. કામ્યા પંજાબીએ 2013માં તેના પતિ સાથે છૂટાછેડા લીધા હતા. તેની પાછળનું મુખ્ય કારણ તેના લગ્નેતર સંબંધો હોવાનું કહેવાય છે. જોકે, કામ્યાએ હંમેશા મનવીરને પોતાનો સારો મિત્ર માન્યો છે, પરંતુ લોકોએ સોશિયલ મીડિયા પર તો ત્યાં સુધી કહ્યું હતું કે લગ્નેતર સંબંધોને કારણે કામ્યા પંજાબીનું સેટલ્ડ પારિવારિક જીવન બરબાદ થઈ ગયું.

સારા ખાન

ટીવી એક્ટ્રેસ સારા ખાન પર પણ લગ્નેતર સંબંધોનો આરોપ લાગ્યો છે. સારા ખાન ટીવી જગતની જાણીતી સ્ટાર છે. સારા ખાનની પર્સનલ લાઈફ પણ ઘણી ચર્ચામાં છે. કંગનાના રિયાલિટી શો લોકઅપ દરમિયાન અલી મર્ચન્ટે સારા પર લગ્નેતર સંબંધોનો આરોપ લગાવ્યો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button