મનોરંજન

દક્ષિણની મલ્ટિ ટેલેન્ટેડ અભિનેત્રીના બોલ્ડ ફોટોશૂટ સોશિયલ મીડિયા પર જોરદાર વાઈરલ

મુંબઈઃ ફોટોગ્રાફી જેના લોહીમાં અને ટ્રાવેલિંગનો જોરદાર શોખ ધરાવે છે, જ્યારે દક્ષિણ ભારત ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જોરદાર લોકપ્રિય અભિનેત્રી તાજેતરમાં ચર્ચામાં છે. દક્ષિણ ભારતમાં સુપરસ્ટાર રજનીકાંતથી લઈને તલપતિ વિજય અને ધનુષ સુધીના તમામ હીરો સાથે પણ કામ કર્યું છે, પરંતુ હજુ સુધી બોલીવૂડમાં સત્તાવાર એન્ટ્રી કરી નથી.

જો હજુ પણ તમે એ અભિનેત્રીનું નામ જાણતા ના હોય તો જણાવી દઈએ એ સાઉથની જાણીતી અભિનેત્રી માલવિકા મોહનન છે. માલવિકા તાજેતરમાં તેના લેટેસ્ટ ફોટોશૂટને લઈને ચર્ચામાં છે, જ્યારે તેના ચાહકો આ ફોટોશૂટના વખાણ કરીને થાકતા નથી. હાલમાં માલવિકા તેના બોલ્ડ ફોટોશૂટની સાથે તેની બોલીવુડની ડેબ્યુ ફિલ્મને લઈને પણ ચર્ચામાં છે.

ફેશન ઈન્ડસ્ટ્રીમાં મોટું નામ કમાવનારી માલવિકાએ તાજેતરમાં વ્હાઈટ સાડીમાં જોરદાર બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે, જેને તમને જોઈને બોલીવુડની અભિનેત્રીઓની યાદ ચોક્કસ આવી જશે. મલ્ટિ ટેલેન્ટેડ અભિનેત્રી માલવિકાએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવેલા ફોટોગ્રાફમાં માલવિકાએ કેપ્શન લખ્યું છે ધ આઈડિયા ઓફ અ ફાર અવે ટાઈમ હેઝ ઓલવેઝ ફેસિનેટેડ મી. લાંબી લચક પોસ્ટ સાથે ફોટોગ્રાફ સોશિયલ મીડિયા પર જોરદાર વાઈરલ થયા છે, જ્યારે લાખો લોકોએ તેને લાઈક કરી છે.

માલવિકા આ વર્ષે માત્ર એક જ ફિલ્મ ક્રિસ્ટી રિલીઝ થઈ હતી, જે મલયાલમમાં હતી. માલવિકા મોહનન કેરળની રહેવાસી છે, જ્યારે તેનો ઉછેર પણ મુંબઈમાં થયો છે. માલવિકાના પિતા કે. યુ. મોહનન જાણીતા ફોટોગ્રાફર છે, જ્યારે તે ફોટોગ્રાફીનો શોખ ધરાવે છે. તેઓ મલયાલમ અને તમિલ ફિલ્મોમાં કામ કરે છે. માલવિકાની પહેલી ફિલ્મ પટ્ટમ પોલ હતી જે 2013માં રિલીઝ થઈ હતી.

માલવિકા મોહનન માજિદ મજીદીની ફિલ્મ ‘બિયોન્ડ ધ ક્લાઉડ્સ (2017), ધ ગ્રેટ ફાધર (2017), પેટ્ટા (2019) અને માસ્ટર (2011)માં પણ જોવા મળી છે. તેની આગામી ફિલ્મોની વાત કરીએ તો તેમાં તમિલ ફિલ્મ તંગલાન છે, જ્યારે હિન્દીમાં તે યુધ્રામાં જોવા મળશે. માલવિકા મોહનન એક ફેશન બ્લોગ પણ ચલાવે છે અને રસોઈનો પણ શોખીન છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button