મનોરંજન

Aishwarya Rai Bachchan સાથે ઈન્ટિમેનટ સીન આપતી વખતે કંઈક આવું કર્યું બી-ટાઉનના હીરોએ…

Aishwarya Rai Bachchan ભાઈ નામ જ પોતાનામાં એકદમ એક રોયલ અને પાવરફૂલ ફિલિંગ અપાવે છે અને ઐશ્વર્યાની ગણતરી પણ બોલીવૂડની મોસ્ટ બ્યુટીફૂલ અને અટ્રેક્ટિવ એક્ટ્રેસમાં કરવામાં આવે છે. ભાગ્યે જ બોલીવૂડમાં કોઈ એવો એક્ટર કે એક્ટ્રેસ હશે કે જેણે ઐશ્વર્યા રાય સાથે કામ કરવાનું સપનું ના જોયું હોય…

પણ આજે આપણે અહીં બોલીવૂડના એક એવા હીરો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે જેણે ઐશ્વર્યા સાથે ફિલ્મમાં કામ તો કરવાનું હતું પણ એની સાથે ઈન્ટિમેટ સીન પણ આપવાના હતા. ઐશ્વર્યા સાથે આ સીન આપતી વખતે અભિનેતાની હાલત પતલી થઈ ગઈ હતી. અહીં વાત થઈ રહી છે 2016માં આવેલી ફિલ્મ અય દિલ હૈ મુશ્કિલની…

કરણ જોહરના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મમાં રણબીર કપૂર અને ઐશ્વર્યાને રોમેન્સ કરતાં ફિલ્માવવામાં આવ્યા છે. હવે રણબીરે આ સીન શૂટ કરતી વખતે તેની હાલત કેવી હતી, એને કેવો અનુભવ થયો એના વિશે ખુલાસો કર્યો છે.

રણબીરે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ઐશ્વર્યા સાથે રોમેન્ટિક સીન કરતી વખતે તેને ખૂબ જ શરમ આવતી હતી, એના હાથ પગ ધ્રૂજવા લાગતા હતા અને ક્યારેક ક્યારેક તો હું એમના ગાલને ટચ કરવામાં પણ ખચકાટ અનુભવતો હતો.

ઈન્ટરવ્યુમાં આગળ રણબીરે એવું પણ જણાવ્યું હતું કે ઐશ્વર્યાએ જ આવીને મને પૂછ્યું કે શું પ્રોબ્લેમ છે તારી? આપણે ખાલી એક્ટિંગ કરી રહ્યા છીએ. બરાબર રીતે કર. બસ ઐશ્વર્યાની આ વાત સાંભળીને જ રણબીરને હિંમત મળી અને તેણે વિચાર્યું કે આવો મોકો ફરીવાર નહીં મળે એટલે તેણે મોકો જોઈને ચોકો મારી દીધો.

ઐશ્વર્યા સાથે કામ કરવાના અનુભવ વિશે રણબીરે જણાવ્યું હતું કે ખરેખર યાદગાર અનુભવ હતો અને ઈન્ડસ્ટ્રીમાં એક પણ એવો એક્ટર નહીં હોય કે જે તેમની સાથે ઓન સ્ક્રીન રોમેન્સ ન કરવા માંગતો હોય. એટલું જ નહીં તેણે એવું પણ જણાવ્યું હતું કે જ્યારે કરણે તેને જણાવ્યું કે તે ફિલ્મમાં ઐશ્વર્યાને કાસ્ટ કરવા માંગે છે એ પળ એના માટે ઐતિહાસિક પળ હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે આ ફિલ્મમાં ઐશ્વર્યા રાય બચ્ચન અને રણબીર કપૂરની સાથે સાથે જ અનુષ્કા શર્મા, શાહરૂખ ખાન, ફવાદ ખાન પણ જોવા મળ્યા હતા અને બોક્સ ઓફિસ પર આ ફિલ્મ સુપર હિટ સાબિત થઈ હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button