જેઠા બબીતાનો જાદૂ હવે પ્રાણી પર પણ ચાલ્યો! સીરિયલ જોઈ સાંપે કઈક એવું કર્યું કે લોકો દંગ રહી ગ્યા, જૂઓ વીડિયો...
મનોરંજન

જેઠા બબીતાનો જાદૂ હવે પ્રાણી પર પણ ચાલ્યો! સીરિયલ જોઈ સાંપે કઈક એવું કર્યું કે લોકો દંગ રહી ગ્યા, જૂઓ વીડિયો…

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ એ ભારતનું એવું કોમેડી સીરિયલ છે, જે દરેક ઘરમાં લોકપ્રિય છે. બાળકોથી લઈને વૃદ્ધો સુધી, દરેકને જેઠાલાલની મજેદાર વાતો ગમે છે. પરંતુ શું તમે એવી કલ્પના કરી શકો કે પ્રાણીઓમાં પણ આ કોઈ ટીવી સીરિયલનો ક્રેઝ જોવા મળે. સોશિયલ મીડિયા પર એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક સાપ ખૂબ ધ્યાનથી ‘તારક મહેતા’ જોતો નજરે પડે છે. આ નજારો જોઈને લોકો આશ્ચર્યચકીત થઈ ગ્યા હતા.

આ રમૂજી વીડિયોમાં બે બાળકીઓ બેડ પર બેસીને મોબાઈલમાં ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ જોતી હોય છે. સ્ક્રીન પર જેઠાલાલ અને તારક મહેતાની મજેદાર વાતચીત ચાલી રહી છે. આ વીડિયો માત્ર બે બાળકીઓ જ તારક મહેતા કા ઉલટા ચશ્મામાં મસગુલ નથી દેખાત, પરંતુ બે બાળકી ઉપરાંત એક સાપ પણ આ સીરિયલ જોવામાં મસગુલ દેખાય છે. સાપનું એકાગ્રચિત્તે સ્ક્રીન તરફ જોવું એ દ્રશ્ય એટલું અનોખું છે કે લોકો આશ્ચર્યમાં પડી ગયા છે. એવું લાગે છે કે જેઠાલાલની કોમેડીનો જાદુ સાપને પણ ભાવી ગયો હોય!

આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે, જેને અત્યાર સુધીમાં 1.2 કરોડથી વધુ વખત જોવામાં આવ્યો છે. આ ઉપરાંત, 1 લાખથી વધુ લોકોએ આ વીડિયોને લાઈક કર્યો છે અને તેના પર રમૂજી પ્રતિક્રિયાઓ આપી છે. આ વીડિયો જોઈ એક યુઝરે લખ્યું, “એવું લાગે છે કે નાગરાજ પણ ગોકુલધામ સોસાયટીનો ફેન બની ગયો!” જ્યારે બીજા યુઝરે મજાકમાં કહ્યું, “જેઠાલાલની કોમેડીનો જાદુ હવે સાપો પર પણ ચાલે છે!”

સોશિયલ મીડિયા પર સાપના વીડિયો તો અવારનવાર વાયરલ થતા હોય છે, પરંતુ આવી રીતે સાપને ટીવી સીરિયલ જોતો જોવો એ સૌ માટે નવો અનુભવ છે. કેટલાક યુઝર્સે તો એવું પણ કહ્યું કે આ વીડિયો જોઈને લાગે છે કે લોકડાઉન દરમિયાન સાપ પણ ટીવી જોવાના શોખીન બની હશે! આ વીડિયો એક મનોરંજક ઉદાહરણ છે કે ‘તારક મહેતા’ની લોકપ્રિયતા માત્ર મનુષ્યો સુધી જ નહીં, પણ પ્રાણીઓ સુધી પણ પહોંચી ગઈ છે.

ડિસક્લેમર: મુંબઈ સમાચાર આ વીડિયોની પુષ્ટી કરી રહ્યું નથી.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button