મનોરંજન

ફિલ્મ ઈન્ડસ્ટ્રીના વધુ એક લવબર્ડ્સ છૂટા પડ્યા, ફેન્સ થયા દુઃખી…

સાઉથના સુપર ક્યુટ લવ બર્ડ્સ તમન્ના ભાટિયા અને વિજય વર્મા તેમની લવ સ્ટોરીની કારણે તો અવારનવાર ચર્ચામાં આવતા રહે છે અને હવે ફરી એક વખત આ કપલ ચર્ચામાં આવ્યું છે.

પરંતુ આ વખતે કપલ જે કારણે ચર્ચામાં આવ્યું છે જાણીને કદાચ તેમના ફેન્સને નહીં ગમે. વાત જાણે એમ છે કે વર્ષો સુધી એકબીજાને ડેટ કર્યા બાદ આખરે વિજય અને તમન્નાએ એકબીજાથી અલગ થવાનો નિર્ણય લઈ લીધો છે. બ્રેકઅપના સમાચારો બાદ વિજય અને તમન્નાએ સોશિયલ મીડિયા પરથી ફોટો પણ ડિલીટ કરી દીધા છે.

એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર વિજય અને તમન્ના થોડાક અઠવાડિયા પહેલાં જ અલગ થઈ ગયા હતા. પરંતુ તેમણે આ મામલે હજી સુધી કોઈ સ્પષ્ટતા કરી નથી.

આપણ વાંચો: તમન્ના ભાટિયાનો બોયફ્રેન્ડ રાશા સાથે મસ્તીની પળોમાં જોવા મળ્યો, તસવીરો જુઓ…

ફેન્સ આ સમાચાર સાંભળીને ખૂબ જ દુઃખી થયા છે, કારણ કે તેઓ લાંબા સમયથી વિજય અને તમન્નાના લગ્નની રાહ જોઈ રહ્યા છે. બંને જણ જ્યારે પણ એક સાથે સ્પોટ થતાં હતા ત્યારે પણ ફેન્સ અને પેપ્ઝ તેમને લગ્નના પ્લાન્સ વિશે પૂછતા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે તમન્ના અને વિજયના અલગ થવાની ખબરોની સાથે સાથે જ બંનેએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી પોતાના ફોટો પણ ડિલીટ કરી દીધા છે.

આ ફોટોને કારણે જ બંનેના બ્રેકઅપની ચર્ચા જોરશોરથી થઈ રહી છે. રિપોર્ટ્સમાં આપવામાં આવેલી માહિતી અનુસાર વિજય અને તમન્ના અઠવાડિયાઓ પહેલાં જ એક બીજાથી દૂર થઈ ગયા હતા, પણ બંનેએ નક્કી કર્યું છે કે તેઓ હંમેશા સારા મિત્રો રહેશે અને હાલમાં તેઓ કામ પર ફોકસ કરી રહ્યા છે.

આપણ વાંચો: Happy Birthday: કરિના કપૂરે આ ખાસ અંદાજમાં વિશ કર્યું Vijay Vermaને…

તમન્ના ભાટિયા અને વિજય વર્માએ લસ્ટ સ્ટોરીઝ 2ના પ્રમોશન દરમિયાન પોતાની રિલેશનશિપ પબ્લિક કરી હતી. વિજયે જણાવ્યું હતું કે તે પોતાના સંબંધોને છુપાવતો નથી પરંતુ તે પોતાની પ્રાઈવસીને વેલ્યુ આપે છે. વિજય અને તમન્ના સાથે પોઝ આપવામાં બિલકુલ કંજૂસી નહોતા કરતાં. એટલું જ નહીં પણ તેઓ ઈવેન્ટસમાં પણ સાથે જ જોવા મળતાં હતા.

આ બધા વચ્ચે તમન્ના ભાટિયા અને વિજય વર્માના બ્રેકઅપના સમાચારથી ફેન્સ ખૂબ જ દુઃખી થઈ ગયા છે, પરંતુ હજી સુધી કપલે આ બાબતે કોઈ પણ ઓફિશિયલ સ્ટેટમેન્ટ નથી આપ્યું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button