મનોરંજન

તાપસી પન્નુ ઓલિમ્પિક મેડલિસ્ટને સપોર્ટ કરવાના ચક્કરમાં ફસાઈ, ટ્રોલ થઈ પૂછ્યા સવાલો?

મુંબઈઃ બોલીવુડની જાણીતી અભિનેત્રી તાપસી પન્નુ નિર્ભયપણે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવા માટે જાણીતી છે. તાપસી એવા કલાકારોમાંથી છે, જે રાજકીય અને સામાજિક ઘટનાઓ અંગે અભિપ્રાય ધરાવે છે. હવે તાપસીએ પેરિસ ઓલિમ્પિક ૨૦૨૪માં થયેલા એક વિવાદ પર પોતાનો અભિપ્રાય આપ્યો છે, જેના માટે તે સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહી છે.
તાપસીએ ઓલિમ્પિક દરમિયાન ચર્ચામાં આવેલી અલ્જિરિયાની બોક્સર ઈમાન ખલીફ અને તેના પર પ્રતિબંધ મૂકવાની માંગને લઈને પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે. ઈમાનને સપોર્ટ કરતી વખતે તાપસીએ તેની ફિલ્મ ‘રશ્મિ રોકેટ’નો પણ ઉલ્લેખ કર્યો હતો. પરંતુ તાપસીના નિવેદનને કારણે તે હવે ટ્રોલ થઇ છે.

તાપસીએ આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું, ‘મેં આ વિષય પર ‘રશ્મિ રોકેટ’ નામની ફિલ્મ કરી હતી. તે એક મહિલા એથ્લેટ વિશે હતી જેના પર ટેસ્ટોસ્ટેરોનના ઉચ્ચ સ્તરને કારણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ પછી તાપસીએ યુસૈન બોલ્ટ અને માઈકલ ફેલ્પ્સનું નામ લીધું, જેમણે ઘણા ઓલિમ્પિક મેડલ જીત્યા છે, જેમને તેમની શારીરિક રચનાને કારણે અન્ય એથ્લેટ્સની તુલનામાં સ્પર્ધાત્મક ફાયદો થયો છે.

આ પણ વાંચો : ઑલિમ્પિક્સની નિરાશા બાદ પતિએ નિવૃત્તિ જાહેર કરી એટલે તાપસી પન્નુએ ઇન્સ્ટાગ્રામ પર કંઈક આવું લખ્યું…

તાપસીનું નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થયા પછી, એક યુઝરે ધ્યાન દોર્યું કે તાપસી ઈમાનના ‘હાઈ ટેસ્ટોસ્ટેરોન લેવલ’ વિશે વાત કરી રહી છે. પરંતુ વાત ઈમાનના જનીનોમાં ‘એક્સ વાય રંગસૂત્ર’ વિશે છે, ‘ટેસ્ટોસ્ટેરોન સ્તર’ વિશે નહીં.
ઘણા યુઝર્સે તાપસીને એ હકીકત માટે ટ્રોલ કરી હતી કે તેનું નિવેદન સમગ્ર મામલાના મુદ્દાથી ભટકી ગયું છે. ઘણા યુઝર્સે યુસૈન બોલ્ટ અને માઈકલ ફેલ્પ્સને ઈમાનના કેસ સાથે સરખાવીને ટ્રોલ કરવાનું શરૂ કર્યું. ઘણા યુઝર્સ એટલા ગુસ્સે થઈ ગયા કે તેઓએ કહ્યું કે તાપસી તેની જૂની ફિલ્મ રશ્મિ રોકેટના પ્રમોશન માટે જે ઈચ્છે તે કહી રહી છે. પહેલા આખો મામલો સમજો, ન ખબર હોય તો ચૂપ રહો.

Show More

Related Articles

Back to top button
આ શું થયું એફિલ ટાવર, તાજમહેલ અને લંડનના બ્રિજને? ફોટો જોશો તો… Medicineને કહો Bye Bye, આ નેચરલ વસ્તુઓથી ઘટાડો ડાયાબિટીસ… આ ઑન સ્ક્રીન ભાઈ-બહેનની જોડી ન ગમી દર્શકોને આટલા કલાકની ઊંઘ લે છે સેલેબ્સ, ચોથા નંબરના સેલેબ્સ વિશે જાણીને તો ચોંકી ઉઠશો