'સની સંસ્કારી કી તુલસી કુમારી' ફિલ્મની કમાલ: જાહ્નવી કપૂરે તોડ્યો પોતાનો જ રેકોર્ડ, જાણો આજનું કલેક્શન | મુંબઈ સમાચાર
મનોરંજન

‘સની સંસ્કારી કી તુલસી કુમારી’ ફિલ્મની કમાલ: જાહ્નવી કપૂરે તોડ્યો પોતાનો જ રેકોર્ડ, જાણો આજનું કલેક્શન

મુંબઈ: જાહ્નવી કપૂર છેલ્લા સાત વર્ષથી ફિલ્મ ઉદ્યોગમાં કામ કરી રહી છે. 2018માં આવેલી ‘ધડક’ ફિલ્મથી જાહ્નવીએ બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું. તેની આ ફિલ્મને દર્શકોનો પ્રેમ મળ્યો છે. જોકે, ત્યારબાદ આવેલી તેની ફિલ્મોના બોક્સ ઓફિસ કલેક્શનના રેકોર્ડમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યા છે. પરંતુ, આજે રિલીઝ થયેલી જાહ્નવી કપૂરની નવી મલ્ટી-સ્ટારર ફિલ્મે તેના ઘણા જૂના રેકોર્ડ તોડ્યા છે.

‘સની સંસ્કારી કી તુલસી કુમારી’નું પહેલા દિવસનું કલેક્શન

જાહ્નવી કપૂરની તાજેતરમાં રિલીઝ થયેલી મલ્ટી-સ્ટારર ફિલ્મ ‘સની સંસ્કારી કી તુલસી કુમારી’ 2 ઑક્ટોબરના રોજ જાહેર રજાનો લાભ લઈને થિયેટરોમાં રિલીઝ થઈ છે. આ રોમેન્ટિક-કોમેડીને વિવેચકો અને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે.

આ ફિલ્મમાં જાહ્નવી કપૂરે ફરી એકવાર વરુણ ધવન સાથે જોડી બનાવી છે અને દર્શકોએ તેમની કેમેસ્ટ્રીને અપાર પ્રેમ આપ્યો છે. ફિલ્મી સૂત્રોના અહેવાલ મુજબ, ‘સની સંસ્કારી કી તુલસી કુમારી’એ પહેલા દિવસે અંદાજિત રૂપિયા 6.5 કરોડની કમાણી કરી છે.

ધડક ફિલ્મે પહેલા દિવસે કરી સૌથી વધુ કમાણી

જાહ્નવી કપૂરની કારકિર્દીના શરૂઆતના દિવસના કલેક્શન પર નજર કરીએ તો, તેની પ્રહેલી ફિલ્મ ‘ધડક’એ પહેલા દિવસે બોક્સ ઓફિસ પર રૂ. 8.71 કરોડની કમાણી કરી હતી. તેની આ ફિલ્મ અત્યારસુધી પહેલા દિવસે સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ છે. આ ફિલ્મ બાદ ‘દેવરા: પાર્ટ 1’ રૂ. 7.95 કરોડની કમાણી કરી હતી.

આ સિવાય જાહ્નવી કપૂરની અત્યારસુધીની ફિલ્મોના પહેલા દિવસના કલેક્શનની વાત કરીએ તો પરમ સુંદરીએ 7.37 કરોડ, મિસ્ટર એન્ડ મિસિસ માહીએ 6.85 કરોડ, રૂહીએ 3.06 કરોડ, ઉલ્ઝે 1 કરોડ અને મિલીએ 0.40 કરોડની કમાણી કરી હતી.

ઉલ્લેખનીય છે કે, આજે રિલીઝ થયેલી ‘સની સંસ્કારી કી તુલસી કુમારી’ ફિલ્મે રૂ. 6.5 કરોડનું કલેક્શન કર્યું છે. જે તેની અન્ય ફિલ્મોના એવરેજ ઓપનિંગ કલેક્શન કરતાં વધારે છે, જેનાથી સ્પષ્ટ થાય છે કે તેમની ફિલ્મોના પ્રદર્શનમાં સુધારો થયો છે. ફિલ્મોમાં તેનું પર્ફોમન્સ આ જ રીતે વધતુ રહેશે એવી ફિલ્મી વિવેચકો અપેક્ષા રાખી રહ્યા છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button