મનોરંજન

Sunny Leoneનો આ મ્યુઝિક વીડિયો જોયો કે? ભોજપૂરી સિંગર સાથે…

બોલીવૂડની બ્યુટીફૂલ બેબ સની લિયોની હાલમાં પોતાના નવા મ્યુઝિક વીડિયોને કારણે ચર્ચામાં રહે છે. ભોજપૂરી સિંગર નીલકમલ સિંહે પોતાના અવાજથી આ મ્યુઝિક વીડિયોમાં પ્રાણ ફૂંકી દીધી હતા.

તેમનું ગીત લડકી દિવાની જોરદાર ચર્ચામાં છે અને હાલમાં યુટ્યૂબ પર આ વીડિયો યુટ્યૂબ પર નંબર વન ટ્રેન્ડિંગમાં છે. આ ગીતને નીલકમલ સિંહે ગાયું છે અને આશુતોષ તિવારીએ તેને લખ્યું છે. આરજે જય કાંગેનું મ્યુઝિક અને ટી-સીરિઝનું મ્યુઝિક લેબલ છે.

નીલકમલ સિંહે આ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે મને લાંબા સમયથી કંઈક નવું ટ્રાય કરવાનું વિચારી રહ્યો હતો અને લડકી દિવાની એ માટે એકદમ પરફેક્ટ લાગ્યું. ભૂષણ કુમાર અને ટી-સિરીઝનો સપોર્ટ મળ્યું. બસ પછી તો પૂછવું શું, મેં વિચાર્યું કે હવે પાર્ટી શરૂ કરીએ.

આપણ વાંચો: ફિલ્મના શુભ મુહૂર્તમાં આ શું થઇ ગયું સની લિયોનીને……! વાયરલ થયો વીડિયો

આ સોન્દગ ખાલી વાગતું નથી, પણ સાંભળનારના મગજને હાઈજેક કરી લે છે. તમારા પગને પકડી લે છે, તમને નાચવા માટે મજબૂર કરે છે. બાકી જે રહી સહી કમી હતી એ સની લિયોનીનો તડકો લાગી ગયો અને જ્યારે આ બધું ભેગું થાય તો પછી પૂછવું શું?

સની લિયોનીએ આ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે જ્યારે મેં લડકી દિવાની ગીત સાંભળ્યું મને ખબર હતી કે આ ગીત એકદમ ફાયર છે. ગીતની એનર્જી, બીટ્સ, અને વાઈબ્સ… આ એક એવું ગીત છે કે જે તમને ડાન્સ કરવા માટે મજબૂર કરે છે. નીલકમલ સાથે શૂટિંગનો અનુભવ ખૂબ જ સારો રહ્યો હતો. અમે લોકોએ સાથે ખૂબ જ એન્જોય કર્યું. ટી સિરીઝ સાથે કામ કરવું એ અમારા માટે ઘરની જેમ જ હતું.

વધુમાં સની લિયોનીએ એવું પણ જણાવ્યું હતું કે અમારી જર્ની તો વર્ષો જૂની છે. તેઓ જાણે છે કે મેજિક કઈ રીતે ક્રિયેટ થાય છે. લડકી દિવાની એનાથી બિલકુલ અલગ નથી. આ ચોક્કસ જ ડાન્સ ફ્લોર પર આગ લગાવી દેશે. મેં શૂટિંગમાં મારો બેસ્ટ ટાઈમ પસાર કર્યો છે. ગીત સાંભળ્યા અને પાર્ટી કરી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button