ત્રણ સંતાનની બાદ પણ વધુ બાળકની માતા બનવા માંગે છે આ એક્ટ્રેસ, કહ્યું મને…

ખૂબ જ ઓછા સમયગાળામાં સની લિયોન (Sunny Leone)એ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની એક આગવી ઓળખ ઊભી કહી છે. સની હંમેશા પોતાની પર્સનલ અને પ્રોફેશનલ બંને લાઈફને કારણે ચર્ચામાં રહે છે.
પરંતુ આ વખતે તેણે પોતાના મનની એવી વાત શેર કરી છે કે જે સાંભળીને કદાચ તમે ચોંકી ઉઠશો. સનીનું કહેવું છે કે તે માતા બનવા માંગે છે અને જીવનમાં મા બનવાનો અહેસાસ કેવો હોય છે તેનો અનુભવ કરવા માંગે છે. આવો જોઈએ આગળ શું કહ્યું સનીએ-
હાલમાં જ આપેલા એક ઈન્ટરવ્યુમાં સનીએ માતૃત્વને લઈને વાત કરી હતી. સનીએ કહ્યું હતું કે જે મહિલાઓ બાળકોને જન્મ આપે છે હું એમનો આદર કરું છું, કારણ કે આ ખૂબ જ મુશ્કેલ વસ્તુ છે. હું પણ મા બનવા માંગું છું. મને ખ્યાલ છે કે ભગવાને મને ત્રણ બાળકોના સ્વરૂપે સૌથી બેસ્ટ ગિફ્ટ આપ્યું છે, પણ હું ચાહું છું હું પણ એક બાળકને જન્મ આપું અને એને ખૂબ જ પ્રેમ કરું.
આ પણ વાંચો: ફિલ્મના શુભ મુહૂર્તમાં આ શું થઇ ગયું સની લિયોનીને……! વાયરલ થયો વીડિયો
એક્ટ્રેસે આ જ ઈન્ટરવ્યુમાં સરોગસી અને એડોપ્શન પર પણ વાત કરી હતી. સનીએ 2017માં દીકરી નિશાને દત્તક લીધી હતી. નિશાને દત્તક લેતાં પહેલાં તે અનેક વખત માતા બનવાનો પ્રયાસ કરી ચૂકી છે પણ દરેક વખત કન્સિવ કરવામાં તેને સમસ્યા થઈ હતી.
નિશાના એડોપ્શન પહેલાં તેણે સરોગસીથી પણ મા બનવાની ટ્રાય કરી હતી, પણ તેમાં પણ સફળતા મળી નહોતી. નિશાને દત્તક લીધા બાદ તરત જ 2018માં તેને સરોગસીની મદદથી બે જુડવા બાળકો થયા હતા.
સરોગસી પર વાત કરતાં સનીએ જણાવ્યું હતું કે આ બિલકુલ સરળ નથી, કારણ કે તમને નથી ખબર કે જે મહિલા તમારા સંતાનોને જન્મ આપવાની છે તે કેવી રીતે રહે છે, તે પોતાનું કેવું અને કેટલું ધ્યાન રાખે છે.
હંમેશા એક વાતનો ડર સતાવે છે કે તમારા આવનારા સંતાનો હેલ્ધી હશે કે નહીં. પણ ભગવાનનો આભાર કે હું આ માટે ભાગ્યશાળી છું. મારા ત્રણેય સંતાનો એકદમ હેલ્ધી છે. નિશા નવ વર્ષની થવાની છે અને મને લાગે છે કે તે મારાથી પણ સુંદર દેખાશે.
વાત કરીએ સનીના વર્કફ્રન્ટની તો સની છેલ્લાં કેટલાય સમયથી લાઈમલાઈટ અને ફિલ્મો તેમ જ ટીવી શોથી દૂર છે.